રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ગતરોજ દિવસ દરમિયાન અને આજે વહેલી સવારથી જ સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ છે. સુરતમાં બે દિવસથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા દિવસ દરમિયાન પણ વાહનચાલકોએ લાઈટ શરૂ રાખવાની ફરજ પડી હતી. તો સાથે એરપોર્ટ પર પણ વિઝિબિલિટી 200 મીટરથી ઓછી થઈ જતાં ગતરોજ 6 ફ્લાઇટ 5 કલાક સુધી મોડી પડી હતી. તો આજે પણ સવારના ભારે સ્મોગ વચ્ચે દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈની ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્ર્કેલી પડી હતી. સુરતમાં બે દિવસથી ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું. ગતરોજ બપોર બાદ પણ રસ્તા ઉપર ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી જોવા મળતા વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. તો આજે પણ વહેલી સવારથી ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વાહનચાલકોને 20થી 25 ફૂટ દૂરના વાહનો પણ ન દેખાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. આજે (23 ડિસેમ્બર) ઈઅઝ-ઈં/ઈઅઝ-ઈંઈં લાઇટિંગ સિસ્ટમ ન હોવાને કારણે અને ઇંધણ બચાવવા માટે એરલાઇનોએ દિલ્હી (ઉઊક), હૈદરાબાદ (ઇંઢઉ), અને ચેન્નઈ (ખઅઅ)માંથી સુરત માટેની ફ્લાઇટ્સ લગભગ 1થી 1.20 કલાક મોડી રવાના કરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં ધુમ્મસના કારણે સુરત એરપોર્ટ પર વિમાન સેવાઓ પર અસર જોવા મળી છે.
સુરતમાં બીજા દિવસે પણ હિલસ્ટેશન જેવો માહોલ: વિઝિબિલિટી ઓછી થતાં દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નઈની ફ્લાઈટને અસર

You Might Also Like
Follow US
Find US on Social Medias