હિજાબ વિવાદ: સ્ટુડન્ટ્સે સ્કૂલ યુનિફોર્મ જ પહેરવો પડશે
સ્કૂલ કે કોલેજને યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે: હાઈકોર્ટ
હાઈકોર્ટે હિજાબ વિવાદ સાથે જોડાયેલી તમામ 8 અરજીને ફગાવી
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર આજે હોઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો નથી. આ સાથે જ હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવાથી ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે કર્ણાટક સરકારના 5 ફેબ્રુઆરીના આદેશને ફગાવવાનો પણ ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારના આ આદેશમાં સ્કૂલ યુનિફોર્મને જરૂરી ગણાવવામાં આવ્યો હતો.
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવા અંગે આજે કર્ણાટક હાઈકોર્ટે આપેલા ચુકાદા સાથે સહમત ન હોવાનું કહ્યું છે. આ અંગેની માહિતી તેમણે ટ્વિટ કરીને આપી છે. તેમણે કહ્યું કે ચૂકાદા સાથે અસહમત થવાનો મારો હક્ક છે. હું આશા રાખુ કે અરજદારો આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે.
- Advertisement -
હાઇકોર્ટના ચૂકાદાની ત્રણ મહત્ત્વની વાતો..
1 સ્ટુડન્ટ્સ સ્કૂલ-કોલેજનો યુનિફોર્મ પહેરવાની ના પાડી શકે નહિ.
2 સ્કૂલ કે કોલેજને પોતાનો યુનિફોર્મ નક્કી કરવાનો અધિકાર છે.
3 હાઈકોર્ટે હિજાબ વિવાદ સાથે જોડાયેલી તમામ 8 અરજીઓને ફગાવી દીધી.