પુર્વ વડાપ્રધાનના નિવાસ સુધી પહોંચવામાં અઢાર કલાકથી પોલીસના પ્રયાસો
મારી હત્યાનું કાવતરુ ‘લંડન’માં ઘડાયુ છે: શરીફ પર નિશાન
- Advertisement -
રાતભર લાઠીચાર્જ, વોટર કેનનનો ઉપયોગ: ગોળીબાર થયા: તા.18ના સરન્ડર કરવા ઈમરાનની તૈયારી
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનની ધરપકડના મુદે સમગ્ર પાકમાં જબરો તનાવ છવાયા છે. ગઈકાલથી ઈમરાનખાને દેશની સરકાર સામે શરુ કરેલા આંદોલનના પ્રભાવ હેઠળ ગઈકાલે લાહોરમાં મધરાતે આઠ કલાક સુધીના પોલીસ ઓપરેશન પછી પણ હજારો ટેકેદારો વચ્ચે ઘેરાયેલા ઈમરાનખાનના લાહોર સ્થિત ઝમાન પાર્ક ખાતેના તેના નિવાસ સુધી પોલીસ પહોચી શકી ન હતી અને ઈમરાનના હજારો ટેકેદારો બંદૂક સહિતના શસ્ત્રો સાથે પોલીસની સીધી ટકકરમાં આવ્યા હતા તથ પોલીસે ટોળાને વિખેરવા કરેલા લાઠીચાર્જમાં સેંકડો લોકો ઘાયલ થયા છે.
- Advertisement -
ઈમરાનખાને તેની ધરપકડનો તખ્તો ‘લંડન-પ્લાન’ હોવાનો દાવો કરતા જણાવ્યું કે સીધા પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર આરોપ મુકયો હતો. એક વિડીયો સંદેશથી પોતાના ટેકેદારોને અપીલ કરતા પોલીસ હુમલાને વખોડી કાઢયો હતો. હવે આજે પાક પોલીસ ઈમરાનખાનની ધરપકડ કરવા વધુ દળો ઉતારે તેવી ધારણા છે. ઈમરાને જણાવ્યું હતું કે મને જેલમાં નાખવાની કે મારી હત્યા કરવાનું ષડયંત્ર રચાયું છે.