મસ્કની કંપનીને ભારતમાં બધી મંજૂરીઓ મળી: સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાન કરશે સ્ટારલિંક
સ્ટારલિંક 50 Mbpsથી 250 Mbps સુધીની ડાઉનલોડ સ્પીડની ઑફર આપશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે અંતિમ નિયમનકારી મંજૂરી મળી ગઈ છે. સમાચાર એજન્સી રોઇટર્સે સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ચલાવવા માટે લાઇસન્સ મેળવનારી ત્રીજી કંપની છે. અગાઉ વનવેબ અને રિલાયન્સ જિયોને મંજૂરી મળી હતી. સ્ટારલિંક એ સ્પેસએક્સનો એક પ્રોજેક્ટ છે, જે ઉપગ્રહો દ્વારા હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે. તેના ઉપગ્રહો પૃથ્વીની નજીક ફરે છે, જેના કારણે ઇન્ટરનેટ ઝડપી અને સરળ બને છે. આ ખાસ કરીને એવા વિસ્તારો માટે ફાયદાકારક છે જ્યાં સામાન્ય ઇન્ટરનેટ પહોંચતું નથી, જેમ કે ગામડાઓ અથવા પર્વતો.
સ્ટારલિંક 2022થી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સુરક્ષા ચિંતાઓને કારણે તેમાં વિલંબ થયો હતો. ભારત સરકારે ડેટા સુરક્ષા અને કોલ ઇન્ટરસેપ્શન જેવી શરતો મૂકી હતી.
સ્ટારલિંકે આ શરતો સ્વીકારી અને મે 2025માં લેટર ઓફ ઇન્ટેન્ટ પ્રાપ્ત કર્યા પછી ટેલિકોમ વિભાગ તરફથી લાઇસન્સ મેળવ્યું. હવે તેને અંતિમ નિયમનકારી મંજૂરી પણ મળી ગઈ છે, એટલે કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઈંગ-જઙઅઈઊ)ની મંજૂરી.
લાઇસન્સ મળ્યા પછી સ્ટારલિંકને હવે સરકાર પાસેથી સ્પેક્ટ્રમ મેળવવું પડશે. ગ્રાઉન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં બનાવવું પડશે. આમાં સેટેલાઇટ અર્થ સ્ટેશન, કોમ્યુનિકેશન ગેટવે અને કંટ્રોલ અને મોનિટરિંગ સેન્ટર બનાવવાનો સમાવેશ થાય છે.
આ પછી, કંપનીએ સુરક્ષા મંજૂરી માટે સેવાનું પરીક્ષણ અને ટ્રાયલ કરવું પડશે. સુરક્ષા એજન્સીઓ સ્ટારલિંકની સેવાની બારીકાઈથી તપાસ કરશે. સુરક્ષા મંજૂરી વિના વાણિજ્યિક સેવા શરૂ થઈ શકશે નહીં.
- Advertisement -
ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા પરીક્ષણ અને માળખાગત સુવિધા તૈયાર થયા પછી થોડા મહિનામાં સેવા શરૂ થઈ શકે છે.
સ્ટારલિંક 50 ખબાત થી 250 ખબાત સુધીની ડાઉનલોડ સ્પીડ ઓફર કરવાનો દાવો કરે છે, જે સ્ટ્રીમિંગ, વીડિયો કોલ અને ગેમિંગ જેવા કાર્યો માટે પૂરતી છે. ભારતમાં સ્ટાન્ડર્ડ સ્ટારલિંક કીટની કિંમત લગભગ 33,000 રૂપિયા હોવાની અપેક્ષા છે.
આમાં સેટેલાઇટ એન્ટેના, માઉન્ટિંગ સ્ટેન્ડ, વાઇ-ફાઇ રાઉટર અને કેબલ્સનો સમાવેશ થાય છે. જોકે, માસિક સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત હજુ સ્પષ્ટ નથી.
જિયો અને એરટેલ સાથે સ્ટારલિંકની ભાગીદારી
ભારતની બે સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ જિયો અને એરટેલે માર્ચમાં સ્ટારલિંક સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી. આ બંને કંપનીઓ તેમના રિટેલ સ્ટોર્સમાં સ્ટારલિંકના સાધનો વેચશે. આ ભાગીદારી ભારતમાં સ્ટારલિંકની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે. સ્ટારલિંકની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં જ્યાં ઇન્ટરનેટ ઍક્સેસ નથી ત્યાં ગેમ-ચેન્જર બની શકે છે. તે ડિજિટલ ઇન્ડિયાના મિશનને ટેકો આપશે અને શિક્ષણ, આરોગ્યસંભાળ જેવા ક્ષેત્રોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારશે.