હાઈકોર્ટે વેરાવળના બિલ્ડર્સ સામે પી.આઈ.એલ. કરનાર ખાનગી ચેનલના બે પત્રકાર સહિત સાતને 20-20 લાખ એમ કુલ 1.40 કરોડનો દંડ ફટકાર્યો
ગુજરાત રાજ્યની મહિલા, બાળકોના હીત માટે બે માસમાં રાજ્ય કાનુન સેવા ઓથોરિટીમાં રકમ ભરવા આદેશ
સાતેય અરજદારની કોઈપણ પી.આઈ.એલ. અરજી ભવિષ્યમાં નહીં સ્વીકારવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વેરાવળ શહેરના બિલ્ડર સામે 2022માં સાત વ્યકતીઓએ ગેરકાનુની બાંધકામ માટે હાઈકોર્ટમાં જાહેરહીતની અરજો કરેલ હતી હાઈકોર્ટના ચીફ જજની બેન્ચે તેને નકારી નાખી હુકમ કર્યો હતો કે સાતેય અરજદારોએ પોતાના અંગત સ્વાર્થ દુશ્ર્મનાવટ બ્લેકમેલીગ ખંડણી ઉધરાવવા માટે ન્યાયોક પ્રકીયાનો દુર ઉપયોગ કરીને સમય વ્યય કર્યો છે જેથી દરેક અજરદાને 20 લાખ રૂપીયાનો દંડ કરવામાં આવે છે સાત અરજદારોને 1.40 લાખ(એક કરોડ ચાલીસ લાખ) ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરેટી માં બે માસ માં જમા કરવવાનો રહેશે તેનો ઉપયોગ મહિલા અને અનાથ બાળકોના હીત પાછળ ખર્ચ કરવામાં આવશે.
વેરાવળ વિનાયક બિલ્ડર્સ સામે ખાનગી ચેનલ ના બે પત્રકારો સહીત સાત વ્યકતીઓ (1) રાકેશ જાદવભાઈ પરડવા (2) ચેતનગીરી કૈલાશગીરી અપારનાર્થી (3) દીપક જેઠાલાલા ખોરાબા (4) મુકેશ હરીભાઈ વધાવી (5) અઢીયા પંકજકુમાર વૃંદાવન દાસ (6) ભોલા જયેશભાઈ હમીરભાઈ (7) વાઠેર ભદ્રેશભાઈ એ 2022 માં ખોટા આક્ષેપો કરીને હાઈકોર્ટમાં જાહેરહીત ની અરજી કરેલ હતી તેનો ચુકાદો ચીફ જસ્ટીસ શ્રીમતી સુનીતા અગ્રવાલ તથા જસ્ટીસ ડી.એન.રે એ આપેલ હતો કે આ જાહેરહીત ની અરજી સાતેય એ પોતાના અગત સ્વાર્થ ખાતર કરેલ છે અગત દુશ્ર્મનાવટ બ્લેકમેલીગ ખંડણી ઉધરાવવા માંગતા હતા અરજદારો પોતાને પત્રકારો ગણાવે છે કોનીસાથે છે તેવું કંઈ જણાવેલ નથી રાકેશ પરડવા બ્લેકમેલર છે તેની વિરૂધ્ધ એફ.આર.આઈ થયેલ છે 2019 ચાર્જશીટ પણ થયેલ છે જેની સામે પ્રભાસપાટણ પોલીસ માં ખંડણી ની ફરીયાદ નોંધાયેલ છે વિનાયક ડેવલોપર્સ મજુરી લઈને બાંધકામ કરેલ છે નાની મોટી ભુલો કાઢી ને અજદાર પાસેથી સાથે મળીને પૈસા પડાવવા માંગતા હોય હાઈકોર્ટે આકરૂ વલણ લેતા જણાવેલ હતું કે જાહેરહીત અરજી અગંત સ્વાર્થ સાધવા કે પબ્લીસીટી માટે થઈ શકે નહી આવા અજદારો માટે કોર્ટ માં કોઈ જગ્યા નથી પોતાના ને પત્રકારો ગણાવે છે આવા લોકોને ઉદાહરણ રૂપે ખુબ મોટો દંડ જરૂરી છે આ અજદારોને જુલાઈ 2022માં હુકમ ફર માવી ને હાઈકોર્ટે જણાવેલ હતું કે જો આ જાહેરહીત નહી હોય તે ખુબજ મોટો દંડ કરવામાં આવશે એ નજર સમક્ષ રાખજો 2022 થી ગુજરાત હાઈકોર્ટ ની મશીનરી નો દુરઉપયોગ કર્યો છે જેથી આ સાતેય અરજદાની આવી કોઈ અરજી ભવિષ્ય માં ન સ્વીકારવા પણ આદેશ કરવામાં આવેલ છે.
છેલ્લા કેટલાય સમય થી વેરાવળ સોમનાથ વિસ્તારમાં તંત્ર ને અનેક અરજીઓ કરી આર.ટી.આઈ એકટીવીસ્ટો, પત્રકારો, સામાજીક કાર્યકરો ની ઓળખ આપી મોટા તોડપાણી કરતા હોય તેવા પણ અનેક કિસ્સાઓ વહીવટી, પોલીસ તંત્ર ને ધ્યાનમાં આવેલ છે આ ચુકાદા આવેલ છે તેમાં રાકેશ પરડવા સામે અત્યાર સુધીમાં જુદા જુદા ત્રણ ગુનાઓ પણ નોંધાયેલ છે બ્લેક મેલીગ કરવું ખંડણી ઉધરાવવી અનેક ને યેનકેન પ્રકારે મુશ્ર્કેલીમાં મુકવા તેવી અનેક ફરીયાદો રાજય સરકાર સુધી થયેલ છે રૂપીયા 20 લાખ જેવો મોટો દંડ એક એક અરજદાર ને ફટકારાતા ભારે ખળભળાટ મચી ગયો છે.
- Advertisement -
એડવોકેટ ચિરાગ કકકડે જણાવેલ હતું કે આ પહેલા પણ વિનાયક ડેવલોપર્સ ના માલીક ની બદનક્ષી કરવા બદલ રાકેશ પરડવા સહિતનાની સામે પણ ફોજદારી ફરીયાદ કોર્ટ માં દાખલ કરાયેલ છે જેમાં 14 આરોપી બનાવી 15 / 15 હજાર રૂપીયાના કોર્ટ દ્વારા જામીન પણ લેવાયેલ છે ન્યાય તંત્ર દ્વારા આવા બ્લેક મેલરો, ખંડણી ઉધરાવનારાઓ સામે આકરૂ પગલું લેતા અજરદારો માટે સીમાચીન્હરૂપ ચુકાદો આપેલ છે વિનાયક બિલ્ડર્સ ને ન્યાય મળતા બિલ્ડસોં તેમજ જમીન મકાન ની કામગીરી કરતા અનેક આ ચુકાદા ને બિરદાવેલ છે પી.આઈ.એલ કરનાર સાત ને ચીફ જસ્ટીસ દ્વારા આટલો મોટો દંડ અરજદારોને ફટાકારેલ હોય તેવો ગુજરાતમાં કદાચ પહેલો ચુકાદો હોય તેમ જાણવા મળેલ છે.