ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના ફાઈટર એરક્રાફ્ટ F-16ને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આજે વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતાો. હાલ તેમને બઢતી આપીને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/LOOPnbKaJ0UDPdsLZUEuIY
પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી ગયેલા તણાવ બાદ અભિનંદન વર્ધમાને હવાઈ સંઘર્ષમાં F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. જે બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે 3 નવેમ્બરે તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને તેમને ગ્રુપ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી 2019 ના રોજ હવાઈ સંઘર્ષમાં, મિગ-21 વિમાનમાં સવાર થયા પછી પણ અભિનંદન વર્ધમાને F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું.
- Advertisement -
