આયુષ્યમાન ભારત યોજનામાં સરકાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર સાવ ફ્રીમાં આપે છે, પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. ચાલો એ વિશે જાણીએ..
સરકાર ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે કે અન્ય કોઈ રીતે મદદ કરવા માટે ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર આ યોજનાઓ દ્વારા લોકો સુધી લાભ પહોંચાડવાનું કામ કરે છે. કેટલીક યોજના દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે, તો કેટલીક યોજના દ્વારા અન્ય રીતે મદદ કરવામાં આવે છે. આવી જ એક યોજના છે આયુષ્યમાન ભારત યોજના.
- Advertisement -
આ યોજનામાં મફત સારવારનો લાભ આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત યોજનામાં સરકાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર સાવ ફ્રીમાં આપે છે.
જે ભારતીય નાગરિક પાસે આ કાર્ડ હોય, તેમને 10 લાખ સુધી ફ્રી યોજનાનો લાભ મળી શકે છે. પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ –
કેવી રીતે અરજી કરવી?
- Advertisement -
જે લોકો આયુષ્માન કાર્ડ માટે પાત્રતા ધરાવે છે તેઓએ તેમના નજીકના CSC જન સેવા કેન્દ્રની પર જઈને સંબંધિત અધિકારીને મળવાનું હોય છે.
– પછી તમારા દસ્તાવેજો તેમને આપી દો, જેને વેરિફાઈ કરવામાં આવે છે અને સાથે જ પાત્રતા પણ તપાસવામાં આવે છે.
– તપાસમાં યોગ્ય જણાયા બાદ અરજી કરી દેવામાં આવે છે.
હવે એ પ્રશ્ન ઉભો થાય કે એક પરિવારના કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે?
તો જણાવી દઈએ કે આ અંગે કોઈપણ પ્રકારની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે એક પરિવારના તમામ લોકો પણ આ કાર્ડ બનાવી શકે છે. પરંતુ શરત એ છે છે કે તેઓ આને પાત્ર હોય અને તેમના નામ રેશનકાર્ડમાં હોય.