રાજ્યમાં 2015થી 181 અભયમ મહિલા હેલ્પલાઇન છે કાર્યરત
ગુજરાતમાં અત્યાર સુધીમાં 13,66,817 જ મહિલાઓને કર્યા કાઉન્સિલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા અને બાળકોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાનું અમલીકરણ કર્યું છે. જેમાં વર્ષ 2015થી મહિલાઓની સુરક્ષા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની શરૂઆત કરાઈ હતી.
રાજકોટ જિલ્લાની અભયમ ટીમ વિશે વાત કરીએ તો પારિવારિક હૂંફ સાથે મહિલાઓને રક્ષણ અને મનોબળ પૂરું પાડીને આ ટીમ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. વર્ષ 2023માં 181 અભયમ હેલ્પલાઈને 3533 પીડિત મહિલાઓને ઘટના સ્થળ ઉપર જ મદદ કરી છે. જેમાંથી 2263 જેટલા કિસ્સાઓનું કુશળ કાઉન્સેલિંગ કરી સ્થળ પર જ સમાધાન કરીને નિરાકરણ લાવવામાં આવ્યું છે. જયારે ગંભીર પ્રકારની સમસ્યાવાળા 1178 પીડિતાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં મદદરૂપ બની છે રાજકોટ અભયમ ટીમના પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તુષાર બાવરવાએ અભયમ હેલ્પલાઈન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઊખછઈં ગ્રીન હેલ્થ સર્વિસીઝ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે હંમેશા આશીર્વાદરૂપ સાબિત થઇ છે મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, ઘરેલુ હિંસાના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યાઓ, બાળ લગ્ન, બિન જરૂરી ફોન કોલ, મેસેજથી હેરાનગતિ, મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ, અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં 181ની ટીમ મહિલાઓને મદદરૂપ બની હતી.
ગુજરાતમાંથી વર્ષ 2015થી અત્યાર સુધીમાં કુલ 13,66,817 જેટલી પીડિત મહિલાઓએ સલાહ – સૂચન, મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યા છે. જેમાંથી ખાસ કિસ્સાઓમાં ઘટનાસ્થળે પહોંચી 2,75,357 મહિલાઓને રેસ્કયુ ટીમે બચાવ અને મદદ પહોંચાડી હતી.