ખાસ-ખબર સંવાદદાતા
ગત 18 જાન્યુ.નાં વણાકબારા મુકામે હરિભાઈ ભગવાન સીકોતરિયાની મંગલમ નામે નવી બોટમાં દુર્ઘટના વશ આગ લાગતા બોટ બળી ગયેલી.આ આગને કાબુમાં લેવાં સ્થાનિક માછીમારો અને પ્રશાસન દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવેલ જયારે આ બોટને તૈયાર કરવામાં આ પરિવારે ખૂબ સંઘર્ષ કર્યું છે. પણ આ દુર્ઘટનાબાદ એ પરિવાર આર્થિક અને માનસિક રીતે હિંમત જાળવી રાખે અને દરેક લોકો આવી દુર્ઘટનામાં પોતાનાથી બનતી મદદે આગળ આવે તે મકસદથી શ્રી વણાકબારા ફિશરમેન એસોસિએશન,વણાકબારા દ્વારા રૂા.25,000ની રોકડ મદદ કરેલી છે અને રૂા.5,000 યોગેશ વરજાંગ તેમજ જે.કે.લ્યુબ્રિકેન્ટ (ગાંધાર ઓઇલ) વણાકબારા દ્વારા એમની બોટનું એન્જીન ઓઇલ નિ:શુલ્ક આપીને સહયોગી બન્યા છે. વણાકબારા માછીમાર પરીવાર દ્વારા પહેલીવાર આવી પહેલ કરવામાં આવેલી છે. આવી પહેલ અનંતકાળ સુધી રહે અને સુખ દુ:ખમાં એકબીજાની સાથે ઉભા રહીએ.એવી આશા સાથે પ્રશાસન પાસેથી સહયોગની અપેક્ષા છે.