હિમાચલપ્રદેશના લાઈફલાઈન રસ્તાઓ બંધ છે. ચંદીગઢ-મનાલી હાઈવે 3 જગ્યાઓ પર બંધ થવાને કારણે સહેલાણીઓ અને ત્યાંના રહેવાસીઓએ ગાડીઓમાં રાત પસાર કરી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. શિમલાના રામપુર અને હમીરપુરમાં વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. અનેક સ્થળો પર હિમાચલપ્રદેશના લાઈફલાઈન રસ્તાઓ બંધ છે. ચંદીગઢ-મનાલી હાઈવે 3 જગ્યાઓ પર બંધ થવાને કારણે સહેલાણીઓ અને ત્યાંના રહેવાસીઓએ ગાડીઓમાં રાત પસાર કરી છે. છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે અને ઘર તથા ગાડીઓને ભારે નુકસાન થયું છે.
- Advertisement -
રાજ્ય આપત્તિ સંચાલન વિભાગે રવિવારે સાંજે 24 કલાકનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ દરમિયાન 2.5 કરોડની સંપત્તિને ભારે નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર વરસાદને કારણે 3 લોકોના મોત થયા છે અને 13 ઘર પડી ગયા છે. 12 વાહનોને નુકસાન થયું છે તથા 5 ગૌશાળાઓ, એક પ્રાથમિક શાળા જમીનદોસ્ત થઈ છે. 5 બકરીઓનું મોત થયું છે 16 લાપતા છે.
હમીરપુરુ જિલ્લાના સુજાનપુરમાં વાદળ ફાટ્યું છે, એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. કુલ્લૂના મોહલમાં નાળામાં પાણી વહેવાની સાથે 3 ટ્રેક્ટર અને 5 ગાડીઓ પણ વહી ગઈ છે. ચંબાના જોત રસ્તા પર ચુવાડીમાં 40 ગાડીઓ ફસાઈ ગઈ છે, આ સ્થળે રસ્તાઓ બંધ છે.
Himachal Pradesh | Heavy rainfall in Mandi district leads to landslide on Chandigarh-Manali highway near 7 Mile; causes heavy traffic jam pic.twitter.com/GfFtAcR9O5
- Advertisement -
— ANI (@ANI) June 26, 2023
ચંબાના ભરમૌરમાં હોલી રસ્તાપર આવેલ ચડામુખમાં એક કાર નદીમાં પડી છે. કારમાં સવાર લોકોની તલાશ કરવા માટે NDRFના 27 સભ્યોનું દળ ખડામુખ પહોંચી ગયું છે. સ્થાનિકો, પર્વતારોહીઓ, પોલીસ તથા વિદ્યુત પરિયોજનાની ટીમ દ્વારા સમગ્ર દિવસ શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ કંઈ હાથ લાગ્યુ નથી. હિમાચલમાં ચોમાસુની એન્ટ્રી થતા 72 કલાકમાં 6 લોકોના મોત થયા છે. પહાડ પરથી પડી જવાથી, રોડ દુર્ઘટના અને લેન્ડસ્લાઈડને કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે.
હાઈવે પર લેન્ડસ્લાઈડ
રવિવારે સાંજે મંડી જિલ્લાના ચાર મીલ, સાત મીલ અને ખોતીનાલા પાસે ભૂસ્ખલન થતા હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. સૌથી પહેલા ખોતાનાલા પાસે પૂર આવ્યું અને હાઈવે પર પાણી વહેવા લાગ્યું. પાણીનું સ્તર ઓછું થતા પહાડો પરથી પત્થર પડવા લાગ્યા અને હાઈવે બંધ થઈ ગયો.
ચાર મીલ અને સાત મીલ પાસે પણ પહાડો પરથી પત્થર પડતા હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો. હિમાચલમાં આવનારા દિવસોમાં રાહત મળશે, તેવા કોઈ અણસાર નથી. હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મંડીમાં બે દિવસમાં 300 mmથી વધુ વરસાદ થયો છે.