રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી છે વરસાદની આગાહી.
ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. એવામાં આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. સાથે મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.
- Advertisement -
આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત અને બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની શક્યતા છે.
શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ આગાહી કરાઇ છે. આજે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.