ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પૂલ કેસમાં હાલ જેલહવાલે રહેલા બે કોન્ટ્રાકટરોએ વકીલ મારફતે જામીન અરજી કરી હતી જે જામીન અરજીની ગઈકાલે કોર્ટમાં સુનાવણી થઈ હતી જેની આવતીકાલ તા. 9 ની મુદત પડી છે.
મોરબી ઝૂલતાપૂલ કેસમાં અગાઉ નવ આરોપીઓ પકડાયા બાદ ત્રણ મહિના પછી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરતા પોલીસને તપાસ દરમિયાન ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સામે સજ્જડ પુરાવા મળતા તેમને દસમા અને મુખ્ય આરોપી તરીકે જોડીને તેમની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તાજેતરમાં જયસુખ પટેલે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારતા અંતે તેમની ધરપકડ બાદ તેમને રિમાન્ડ ઉપર પોલીસને સોંપવામાં આવ્યા હતા તે દરમિયાન થોડા સમય પહેલા કેસમાં જેલહવાલે રહેલા 9 માંથી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી પણ કોર્ટે આ જામીન અરજી નકારી કાઢી હતી. હવે આ કેસમાં જેલહવાલે રહેલા બે કોન્ટ્રાકટરો પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે પણ કોર્ટમાં જામીન અરજી કરી હોય ગઈકાલે તેની સુનાવણી થઈ હતી જેમાં આ અંગેની સુનાવણીની આવતીકાલ તા. 9 ની મુદત પડી હતી જેથી આ જામીન અરજીની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
ઝૂલતા પૂલ કેસમાં બે કોન્ટ્રાક્ટરોની જામીન અરજી અંગે આવતીકાલે સુનાવણી
