સમલૈંગિક વિવાહ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર વતી મુકુલ રોહતગીએ કહ્યું કે, કોર્ટે આમારા લગ્નને માન્યતા મળવી જોઈએ. જો કોર્ટ આદેશ કરશે તો સમાજ તેનો સ્વીકાર કરશે. કોર્ટે આ મામલે આદેશ જારી કરવો જોઈએ.
સમલૈંગિક લગ્નનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને પક્ષકાર બનાવવાની માંગ કરી છે. કેન્દ્રએ કહ્યું છે કે, કોર્ટ કોઈપણ નિર્ણય લેતા પહેલા કેન્દ્રને રાજ્યોની સાથે વિચાર-વિમર્શની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય આપે. જોકે, કોર્ટે કહ્યું કે હાલમાં સમલૈંગિક લગ્ન પર કેન્દ્રની વિનંતીને ફગાવી દેવામાં આવી છે.
- Advertisement -
સમલૈંગિક લગ્ન મામલે બંધારણીય બેંચ બીજા દિવસે સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યોની ભાગીદારીની વાત રાખી. SG તુષાર મહેતાએ કહ્યું કે, રાજ્યો સાથે પરામર્શ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યોને પણ પક્ષકાર બનાવીને નોટિસ કરવામાં આવે. આ સારી વાત છે કે રાજ્યોને પણ આ મામલે જાણકારી છે. અરજદારના વકીલ મુકુલ રોહતગીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે આ પત્ર ગઈકાલે લખવામાં આવ્યો છે, પરંતુ કોર્ટે પાંચ મહિના પહેલા નોટિસ જાહેર કરી હતી. આ બિનજરૂરી છે.
કેન્દ્રએ કરી હતી આ માંગ
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને દલીલ ચાલુ રાખવા કહ્યું છે. કેન્દ્રએ માંગણી કરી હતી કે રાજ્યોને પક્ષકાર બનાવવામાં આવે અથવા જ્યાં સુધી કેન્દ્ર રાજ્યો સાથે પરામર્શ પ્રક્રિયા પૂર્ણ ન કરે ત્યાં સુધી સુનાવણી ન થવી જોઈએ.
અરજદારે કરી આ માંગ
અરજદાર વતી મુકુલ રોહતગીએ કહ્યું કે, સ્પેશિયલ મેરેજ એક્ટમાં જ્યાં પણ પતિ કે પત્નીનો ઉલ્લેખ છે, તેને જીવનસાથી સાથે બદલવામાં આવે. જ્યાં પણ પુરુષ અથવા મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેને લિંગ તટસ્થ બનાવીને ‘વ્યક્તિ’ તરીકે બદલવામાં આવે.
- Advertisement -
‘અમે કોઈ સામાન્ય લોકો ન હોય એવી રીતે જોવામાં આવે છે’
મુકુલ રોહતગીએ કહ્યું કે, અમે જ્યાં પણ જઈએ છીએ અને અરજી કરીએ છીએ ત્યાં અમને એવી રીતે જોવામાં આવે છે કે જાણે અમે કોઈ સામાન્ય લોકો જ ન હોય. આ માનસિકતા છે જે અમને પરેશાન કરી રહી છે. મારી પાસે ઢાલ છે, પરંતુ તે સ્પષ્ટ હોવું જોઈએ. ગોપનીયતાનો અધિકાર નૈતિક છે. મને પીડિત અથવા કલંકિત નહીં કરવામાં આવે, કારણ કે હું વિજાતીય સમાજને અનુરૂપ નથી.
‘દરેક વ્યક્તિને તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર’
તેમણે કહ્યું કે, અમે આ મુદ્દા પર ફરીથી વિચાર કરી રહ્યા છીએ, કારણ કે આપણા સમાજમાં હજુ પણ આવું જોવામાં આવે છે કે સ્ત્રી-પુરુષ લગ્ન કરે છે અને તેનાથી આગળ કંઈ જતું નથી. તેથી અમારો મુદ્દો હજુ પણ એ જ છે. સુપ્રીમ કોર્ટના ચાર ચુકાદાઓ છે જે નિર્ધારિત કરે છે કે દરેક વ્યક્તિને તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર છે. આ બધાને લાગુ પડવું જોઈએ. જોકે, અમે ઓછી સંખ્યામાં છીએ, પરંતુ અમને પણ એટલો જ લાભ મળવો જઈએ. આમારા લગ્નને માન્યતા મળવી જોઈએ.
કોર્ટે આ મામલે આદેશ જારી કરવો જોઈએઃ રોહતગી
રોહતગીએ કહ્યું કે, જો કોર્ટ આદેશ કરશે તો સમાજ તેનો સ્વીકાર કરશે. કોર્ટે આ મામલે આદેશ જારી કરવો જોઈએ. અમે આ કોર્ટની પ્રતિષ્ઠા અને નૈતિક અધિકાર વિશ્વાસ કરીએ છીએ. સંસદ કાયદાથી તેનું પાલન કરે કે ન કરે, પરંતુ આ કોર્ટનો આદેશ અમને સમાન ગણશે. કોર્ટે અમને સમાન ગણવા માટે સમાજ પર દબાણ કરવું જોઈએ. બંધારણ પણ એવું જ કહે છે. આ કોર્ટને નૈતિક સત્તા અને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત છે.