મેંગો ડોલી અને ચોકબાર કેન્ડીમાં કેમિકલનો ઉપયોગ થતો હતો
ઉનાળાની ઋતુ દરમિયાન આઇસક્રીમ તથા કેન્ડીનો ઉપયોગ થાય છે. જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખોડિયાર પાર્ક-2, ગિરિરાજ પાર્ટી પ્લોટની બાજુમાં, જૂનો મોરબી રોડ રાજકોટ ખાતે આવેલી શ્રી ક્રિશ્ના ગુલ્ફિ આઇસક્રીમ નામની ઉત્પાદક પેઢીની સ્થળ તપાસમાં કેન્ડીનું ઉત્પાદન થતું હોવાનું મળી આવતા સ્થળ પર પેઢીના માલિક ક્રુષ્ણ ગોપાલ ભૂરીસિંગ પાલ દ્વારા કેન્ડી જેવીકે ચોકોબાર, મેંગો ડોલી, માવા કેન્ડી, મેંગો જ્યુસી, તથા વેનીલા આઇસક્રીમનું બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં ઉત્પાદન કરવામાં આવતું હોવાનું માલુમ પડતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવા માં આવી હતી
ફૂડ વિભાગે અંદાજીત 60 ઊંલ. ચોકોબાર કેન્ડી તથા 40 ઊંલ. મેંગો ડોલી કેન્ડી મળી ને કુલ 100 ઊંલ. બિનઆરોગ્યપ્રદ કેન્ડી નો નાશ કર્યોહતો તથા
ઉત્પાદન સ્થળની બિનઆરોગ્યપ્રદ સ્થિતી તથા સ્ટોરેજ બાબતે પેઢીના માલિકને નોટિસ ઠપકરવામાં આવી હતી.ચોકોબાર કેન્ડી (લુઝ) શ્રી ક્રિશ્ના ગુલ્ફી આઇસક્રીમ મેંગો ફ્લેવર્ડ સિરપ, આઝાદ હિદ ગોલાવાલા તેમજ સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં કુલ 15 ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ થતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, આઇસક્રીમ, તથા ઉપયોગ માં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.