યુએસના ન્યુરોસાયન્સ અને બાયોમેડિકલ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ BrainBridgeએ એક ચોંકાવનારો દાવો કર્યો છે, જેને કારણે મેડિકલ સાઈન્સ સાથે જોડાયેલી તમામ શાખાઓમાં આ દાવા અંગે ચર્ચા ચાલી રહી છે. બ્રેનબ્રિજે દાવો કર્યો છે કે તેઓ વિશ્વની પ્રથમ હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ(Head Transplant) વિકસાવી રહ્યા છે. તેમની વેબસાઇટ અનુસાર, “આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ ડિવાઇસ છે જે ન્યુરોસાયન્સ, હ્યુમન એન્જીનીયરીંગ અને AI ક્ષેત્રોમાં સીમાચિહ્નરૂપ સફળતા હશે.”
બ્રેઈનબ્રિજ સ્ટાર્ટ અપના જણાવ્યા મુજબ, આ સિસ્ટમ “હેડ ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ માટે એક રિવોલ્યુશનરી કોન્સેપ્ટ છે. સફળ હેડ અને ફેસ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક રોબોટિક્સ અને AIનો ઉપયોગ કરવામાં આવશે.”
- Advertisement -
આ વિડિયો 22 મેના રોજ શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી, આ વિડીયોને લગભગ નવ મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ વિડીયોમાં સંખ્યાબંધ લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે. કેટલાય લોકોએ ક્લિપ પર પ્રતિક્રિયા આપી કે આ વિડીયો કેટલો વિચલિત કરી દે એવો છે.
બ્રેનબ્રિજનો કોન્સેપ્ટ દુબઈ સ્થિત બાયોટેકનોલોજીસ્ટ અને વિજ્ઞાન સંચારકાર હાશેમ અલ-ગૈલીના મગજની ઉપજ છે. તેઓ જણાવે છે કે વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક વૈજ્ઞાનિક સંશોધનના આધારે બ્રેઈનબ્રિજની કલ્પનાના દરેક પગલાનું ઝીણવટપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
હાલ હેડ ટ્રાન્સપ્લાન્ટનો વિચાર સાયન્સ ફિક્શન જેવો લાગે છે, ત્યારે બ્રેઈનબ્રિજની જાહેરાતે વૈજ્ઞાનિક સમુદાયમાં ચર્ચા જગાવી છે. હેડ ટ્રાન્સપ્લાન્ટના કોન્સેપ્ટ આડે અસંખ્ય નૈતિક અને તકનીકી પડકારો કે જે અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે. છતાં, બ્રેઈનબ્રિજ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાથે આગળ વધી રહ્યું છે. કંપનીને આશા છે કે આ કોન્સેપ્ટ સાકાર થવાથી કરવાથી બાયોમેડિકલ સાયન્સની સીમાઓને આગળ વધારવા અને વિશ્વને વધુ સારી તરફ લઇ જવા મદદ કરશે.
- Advertisement -
વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે, “અત્યાર સુધી, એવી કોઈ સર્જરી કે થેરાપી થઈ નથી જે એક જ વ્યક્તિની સ્પાઈનલ કોર્ડને ફરીથી જોડવામાં સક્ષમ હોય, અલગ અલગ વ્યક્તિના માથા જોડવાની વાત રહેવા દો.” એક યુઝરે લખ્યું કે, “એક મિલિયન વર્ષમાં હેડ ટ્રાન્સપ્લાન્ટ કરવાની ટેકનોલોજી વિકસી શકે એવી શકતા નથી.”