અમૃતસરના સરબજીત સિંહ, જે દાવો કરે છે કે તે એપ્રિલ 2024માં કુરિયરના કામ માટે રશિયા ગયો હતો, તેણે કહ્યું કે તેને ફક્ત બે અઠવાડિયાની લશ્કરી તાલીમ પછી સીધા યુક્રેન સરહદ પરના યુદ્ધ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યો હતો.
પંજાબના અમૃતસર જિલ્લાનું ગામડું જગદેવ ખુર્દના રહેવાસી સરબજીતસિંહ એપ્રિલ 2024માં રશિયા ગયો હતો. તેને ફક્ત બે સપ્તાહની તાલીમ પછી સીધા યુક્રેન સાથે લડાઈમાં ઉતારી દેવાયો.
- Advertisement -
રશિયા-યુક્રેન યુદ્ધમાં પરત ફરેલા સરબજીતે તેની આપવીતી સંભળાવી. તે લગભગ આઠ મહિના સુધી રશિયા વતી યુક્રેન સામે લડતો રહ્યો. સરબજીતે જણાવ્યું હતું કે મેં ગામડામાં ક્યારેય ગુલેલ સુદ્ધા ચલાવી ન હતી, પરંતુ ત્યાં મને આધુનિક શસ્ત્રોની તાલીમ આપીને યુદ્ધમાં ઉતારી દેવાયો. મારી આંગળી હંમેશા ટ્રિગર પર રહેતી હતી અને મારા મૃતદેહો વચ્ચેથી પસાર થવું પડતું હતું. મને ખબર નથી કે ક્યારે ગોળી ચાલશે કે ક્યારે ડ્રોનથી હુમલો થશે.
તેણે જણાવ્યું હતું કે મારી સાથે બીજા ઘણા બધા લોકો કુરિયરનું કામ કરવા રશિયા ગયા હતા. એરપોર્ટ પર ઉતરતા જ તેમને પકડી જવામાં આવ્યા. તેમને એક બિલ્ડિગમાં લઈ જઈ દસ્તાવેજ તૈયાર કરાવવામાં આવ્યા અને મેડિકલ ચેકઅપ પછી 15 દિવસની લશ્કરી તાલીમ આપવામાં આવી. પાંચ-પાંચ લોકોની ટીમ બનાવી તેને લશ્કરી વર્દી પહેરાવવામાં આવી અને શસ્ત્રો આપી દેવાયા. તેના પછી તેમને યુક્રેન સામેના યુદ્ધમાં ઉતારી દેવાયા.
તેણે જણાવ્યું હતું કે જો રાજ્યસભાના સભ્ય સંત બલબીરસિંહે મદદ કરી ન હોત તો હું તો શું મારો મૃતદેહ પણ ઘરે પરત ફર્યો ન હોત. યુક્રેન યુદ્ધમાં ચારેય બાજુ મૃતદેહ જોવા મળતા હતા , જેમા કેટલાક ભારતીયના પણ મૃતદેહ હતા. યુદ્ધમાં કેટલાય દિવસો સુધી તેને પીવાનું પાણી મળ્યું ન હતુ, જમવાનું પણ સમયસર મળતું ન હતું. એક વખત તો તેણે હેન્ડગ્રેનેડની પીન કાઢીને આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો.