બાળકીઓની હત્યા કરનાર ગિરફ્તાર: હવસખોરે છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના ઇરાદે હત્યા કરી ગળું કાપી માથામાં હથોડીના ઘા ઝીંક્યા હતા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે આજે બે બાળકીઓની હત્યા કરનાર સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ તેની કડક પૂછપરછ કરીને રાજકોટ તથા રાજસ્થાન સહિત બે દીકરીઓની હત્યાનો ભેદ પણ ઉકેલ્યો છે. આરોપીએ 13 ઓગસ્ટે રાજકોટમાં 6 વર્ષની બાળકીની દુષ્કર્મના ઈરાદે માથામાં હથોડીના ઘા અને ગળે છરી મારીને હત્યા કરી હતી. આરોપી કાળું ઉર્ફે વિક્રમ ઉર્ફે અર્જુન નામનાં આ શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીને આધારે જામનગરનાં લાલપુર તાલુકાનાં કરેણ ગામેથી ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર વિકૃત અને હત્યારો એવો વિક્રમ ઉર્ફે કાળુ ઉર્ફે અર્જુન જીવાભાઇ ડામોર મીણા મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગામનો છે. આ અગાઉ એક હત્યાના ગુનામાં સજા કાપતો હતો. ત્યારબાદ ફરાર હતો અને તેણે જોધપુરમાં પણ એક બાળકી પર બળાત્કાર ગુજારી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. આમ અત્યાર સુધીમાં તે બે બાળા સહિત ત્રણની હત્યા કરી ચૂક્યો છે. આ કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અભિનંદન પાઠવી રૂ. 15000નું ઇનામ આપવાની જાહેરાત પણ કરીછે.
ગત તારીખ 13 ઓગસ્ટના રોજ ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સિટીની સાઇટ પર મજૂરી કરતા અને ત્યાં ઓરડી બનાવી રહેતાં અરવિંદભાઇ રસિયાભાઇ ડામોરની 6 વર્ષની દીકરી નેન્સીની ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી હતી. બાળકી પર આરોપીએ બળાત્કાર ગુજારવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળાએ ચીસાચીસ કરી મુકતાં તેનું ગળુ છરીથી કાપી, માથે હથોડીના ઘા ફટકારીને ક્રુરતાથી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ માટે પણ હત્યાનો ભેદ ઉકેલવો પડકાર હતો. આ માટે 1500 જેટલા મજૂરોની પૂછપરછ કરી હતી. ટેકનીકલ એનાલિસિસને આધારે પડવલા, તરસાઈ, જામજોધપુર અને ગોંડલ સહિતની જગ્યાએ તપાસ કરી હતી. જેમાં માત્ર આરોપી વિક્રમનો ફોટો જ મળ્યો હતો. ચબરાક આરોપીએ ફોન પણ ફેંકી દીધો હતો અને તેના વિરૂધ્ધ કોઇ પુરાવા ન હોઇ કેસ બ્લાઇન્ડ થઇ ગયો હતો. જો કે ક્રાઇમ બ્રાંચની ટીમોએ વિક્રમનાં જુના શેઠો તથા તેની સાથે કામ કરતાં મજૂરોને પણ તપાસ્યા હતાં. ક્ધસ્ટ્રકશનની સાઇટો પર તપાસ કરતા અંતે આરોપીને પકડવામાં સફળતા મળી છે.
હવસખોરની કબુલાત
ઝડપાયેલા વિક્રમ ઉર્ફ કાળુએ કબુલાત આપી હતી કે 13મીએ બપોર બાદ પોતે ઓરડીમાં એકલો હતો ત્યારે બાળકી રમતી-રમતી ઓરડીમાં આવતાં પોતાની દાનત બગડી હતી અને ઓરડી બંધ કરી બાળા પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. બાળકી સાથે અડપલા શરૂ કરતાં તેણીએ દેકારો મચાવતાં પકડાઇ જવાનો ભય લાગ્યો અને બાળકીના ગળા પર છરી ઝીંકી દીધી બાદમાં હથોડીના ઘા ફટકારી હત્યા કરી નાંખી હતી.એ પછી રાત્રે 10 વાગ્યા સુધી અહીં જ હતો અને બાદમાં બસ સ્ટેશને જઇ ત્યાંથી વેરાવળ જતો રહ્યો હતો. જ્યાં તેણે પોતાનો મોબાઇલ ફોન તોડી નાંખ્યો હતો. એ પછી પોરબંદર અને ત્યાંથી લાલપુર ગયો હતો. છેલ્લે જામનગર રોકાઇ લાલપુરના કરેણા ગામે જઇ મજૂરીએ વળગી ગયો હતો.
- Advertisement -
બાળક ઉઠાવતી ગેંગ ઝડપાઇ: 1 લાખ રૂપિયામાં બાળકોને વેંચી દેતા હતા: પૂર્વ પતિની 2 કરોડની સંપત્તિની લાલચમાં રાજકોટથી બાળક ચોર્યું હતું
રાજકોટ પોલીસે ગુમશુદા બાળકોને શોધી કાઢવા રાજ્ય સરકારની સૂચનાથી અપહ્યુત બાળકોના કેસમાં સઘન તપાસ હાથ ધરી છે ત્યારે દોઢ વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાન નજીક લાલબહાદુર સ્કૂલ પાસેથી એક વર્ષના બાળકનું અપહરણ કરનાર જામનગરના દંપતી અને 2 લાખની સોપારી આપનાર મહિલાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જામનગરના પૂર્વ પતિને જમીન વેચી હોય તેના 2 કરોડ રૂપિયા આવ્યા હોય જેથી લાલચ જાગતા આ બાળકનું અપહરણ કરાવી તેને તેનો દીકરો બનાવી ફરીથી લગ્ન કરી લીધા હતા અને જામનગર કોર્પોરેશનમાં પુત્રના નામની નોંધણી પણ કરાવી લીધી હતી. ચાઈલ્ડ ટ્રાફિકિંગના વધતા જતા કેસોને લઈને રાજ્ય સરકાર દ્વારા અપહ્યુત બાળકોના અપહરણના અનડિટેક્ટ કેસોના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે શહેર પોલીસ દ્વારા આજે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે રાજકોટના શાસ્ત્રી મેદાન સામે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ખૂણે ફૂટપાથ ઉપર રહેતા મૂળ એમપીના મમતાબેન જામસીંગ ભુરીયાનો એક વર્ષનો દીકરો જીગો ગત તારીખ 25 મેં 2019ના રોજ ગુમ થઇ જતા પ્રનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો જે બનાવ અનડિટેક્ટ હોય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટિમો કામે લગાવી હતી દરમિયાન પીએસઆઇ એમ વી રબારીના હ્યુમન રિસોર્સથી એવી માહિતી મળી હતી કે આ બાળકની તસ્કરી કરવામાં આવી છે જેથી એએસઆઇ જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જામનગર શંકર ટેકરી ખાતે રહેતી સલમા નામની મહિલાએ આ બાળકની ખરીદી કરી છે તેણીએ હાલ નાથાલાલ નામના શખ્સ સાથે લગ્ન કર્યા છે અને ખંભાળિયા ખાતે રહે છે પણ જો પોલીસને ખબર પડી ગઈ છે તેવી જાણ થઇ જાય તો બાળક ઉપર જોખમ વધી જાય તેવી ભીતિએ અચાનક જ પોલીસે છાપો માર્યો હતો અને ત્યાંથી બાળક હેમખેમ મળી આવતા તેનો કબ્જો લઇ પૂછતાછ કરતા સલમા ભાંગી પડી હતી અને પોતે દ્વારકા રહેતા સલીમ હુસેનભાઇ સુભણીયા અને તેની પત્ની ફરીદાને આ બાળકની તસ્કરી કરાવવા 2 લાખમાં સોપારી આપી હોવાની અને 1 લાખ ચૂકવી દીધા હોવાની કબૂલાત આપતા પોલીસે સલમા, ફરીદા અને ખંભાળિયા નદીના પટમાં રહેતી મુખ્ય સૂત્રધાર ફાતિમા ઉર્ફે સલમા ઉર્ફે સીમા અબ્દુલમિયાં નાનુમીયા કાદરીની ધરપકડ કરી દોઢ વર્ષ જૂનો ગુનો ઉકેલી નાખ્યો છે.
આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે સલમાએ ખંભાળિયાની આનંદ કોલોનીમાં રહેતા નાથાલાલ પ્રભુદાસ સોમૈયા સાથે 2012માં પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ મનમેળ નહિ થતા 2016માં છુટ્ટાછેડા લઇ લીધા હતા બાદમાં 2019માં નાથાલાલે પોતાની જમીન વેંચતા બે કરોડ રૂપિયા આવ્યા હતા જેથી સલમાને આ અંગે ખબર પડતા લાલચ જાગી હતી અને કોઈ બાળકનું અપહરણ કરાવી ફરીથી લગ્ન કરી નાથાલાલનો વારસદાર બનાવવા સ્લિમ અને ફરીદને 2 લાખમાં બાળક શોધવા સોપારી આપી હતી અપહ્યુત જીગાને સલમાને સોંપ્યા બાદ નાથાલાલથી રહેલ પ્રેગ્નેન્સીથી 4 માર્ચ 2019ના રોજ તેના કુખે આ બાળકનો જન્મ થયો હોય તેવું ખાન નામના વકીલ નોટરી સમક્ષ ખોટું એફિડેવિટ કરાવી જામનગર કોર્પોરેશનમાં 26 જુલાઈ 2019ના રોજ રજીસ્ટ્રેશન કરાવી દાખલો મેળવી નાથાલાલ ઉપર આરોપ મૂકી તેના ઘરમાં પત્ની તરીકે પરાણે રહેવા લાગી હતી અને 2019માં પરાણે પ્રેમલગ્ન કર્યા હતા ત્યારથી નાથાલાલ સાથે સલમા અને બાળકનું નામ જયદીપ પાડ્યું હતું તે ત્રણેય રહેતા હતા પકડાયેલ આરોપી સલીમ અગાઉ જામનગર,દ્વારકા, લીમખેડા, ગીર સોમનાથ, રાજસ્થાન, તાલાળા, અમરેલી સહિતના સ્થળે ચીટિંગ, મારામારી, પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અપહ્યુ બાળક જીગાનો પોલીસે કબ્જો લઇ તેના માતા-પિતાના ડીએનએ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે વધુ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરી છે આ તકે જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ક્રાઇમ ડી વી બસિયા, એસઓજી પીઆઇ આર વાય રાવલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સારી કામગીરી કરનાર પીઆઇ ગઢવી, પીઆઇ રાવલ, પીએસઆઇ રબારી, પીએસઆઇ સાખરા, જયુભા પરમાર, પ્રતાપસિંહ ઝાલા, જે પી મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઈ બરાલીયા, સોકતભાઈ ખોરમ, તોરલબેન જોષી અને મિતાલીબેન ઠાકરને 15 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે અને યશસ્વી કામગીરી બદલ પીઠ થાબડી છે
- Advertisement -
પોતાના બાળકની જેમ સાચવતા નાથાલાલ પોલીસ હકીકત સાંભળી રડી પડ્યા
જે બાળકને સલમા પોતાનું બાળક છે તેવું જણાવી પરાણે પ્રેમલગ્ન કરીને રહેતી હતી તે બાળકને નાથાલાલ સોમૈયા ખુબ સારી રીતે સાચવતા હતા તેની પોતાના બાળકની જેમ જ સાર સંભાળ રાખતા હતા પરંતુ સલમાએ પૈસા પડાવવા બાળકનું 2 લાખમાં અપહરણ કરાવ્યું હોય તેનાથી પોતે અજાણ હોય અને પોલીસે આ હકીકત કહેતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા
રૂપાળું બાળક શોધવા ત્રણેયે ચોટીલા, જામનગર, રાજકોટમાં 15 દિવસ સુધી રેકી કરી’તી
સલમાએ રૂપાળું બાળક શોધવા સલીમ અને ફરીદાને સોપારી આપી હતી જેથી ત્રણેય સલીમના મિત્રની ઈકોમા જામનગરમાં દીગંજામ સર્કલ પાસે બાવરી લોકોની કોળીની, રાજકોટના સાંઢિયા પુલ, બસ સ્ટેન્ડ, ચોટીલા તળેટી સહિતના વિસ્તારોમાં 15 દિવસ સુધી બાળકોને ચોકલેટ આપી રેકી કરી હતી અંતે શાસ્ત્રી મેદાન પાસે ફૂટપાથ ઉપર રમતું આ બાળક ગમી જતા 3-4 દિવસ વોચ રાખી રાત્રે બે વાગ્યે સૂતું હતું ત્યારે જ ઉઠાવીને લઇ ગયા’તા
લગ્ને-લગ્ને કુંવારી સલમાએ પાંચ લગ્ન કર્યા છે
પૈસા પડાવવા બાળકની તસ્કરી કરનાર સલમાએ પ્રથમ લગ્ન જામનગર, બીજા લગ્ન નાથાલાલ સાથે, ત્રીજા લગ્ન જૂનાગઢ, પાંચમા લગ્ન ફરી નાથાલાલ સોમૈયા સાથે કર્યા હતા