સ્વાગતમાં જિલ્લા ભાજપ પ્રમુખ જુથનાં કાર્યકર્તાનાં સુચક ગેરહાજરી
ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરનાં કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડતા વિસાવદરનાં રાજકારણમાં ભારેલા અગ્ની જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. હર્ષદ રીબડીયાએ રાજીનામુ આપ્યા બાદ ગઇકાલે ભાજપમાં જોડયા હતાં અને આજે હર્ષદ રીબડીયા વિસાવદર આવ્યાં હતાં. ત્યારે ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ જુથનાં ભાજપનાં કાર્યકર્તાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. વિસાવદરનાં ભાજપનાં રાજકારણમાં નવાજુનીનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
- Advertisement -
વિધાનસભાની ચૂંટણી પહેલા જૂનાગઢ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. વિસાવદરનાં કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડતા ભાજપનું એક જુથ નારાજ થયાની ચર્ચા જાગી છે. ભાજપમાં જોડાયા બાદ હર્ષદ રીબડીયા આજે વિસાવદર આવ્યાં હતાં.ત્યારે શહેર અને તાલુકા ભાજપ કાર્યલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પરંતુ સ્વાગત પ્રસંગે ભાજપનાં કેટલાક નેતાઓ ગેરહાજર રહ્યાં હતાં. ભાજપનાં જે લોકોે ગેરહાજર રહ્યાં હતા, તે જિલ્લા ભાજપ પ્રમુખ જુથનાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.ભાજપનાં નારાજ લોકો જૂનાગઢ ભાજપ કાર્યલય ખાતે આવ્યાની પણ ચર્ચા છે. સ્થાનીક ભાજપનાં નેતાઓને આક્ષેપ છે કે, અમને વિશ્ર્વાસમાં લીધા વિના હર્ષદ રીબડીયાને ભાજપમાં લેવામાં આવ્યાં છે. એટલુ જ નહી ભાજપનાં એક જુથ દ્વારા હાઇકમાન્ડને દબાવી પોતાનું નિશાન સાંધવાનાં પ્રયાસ થઇ રહ્યાં હોવની પણ ચર્ચા થઇ રહી છે. તેમજ ભાજપનાં કેટલાક કાર્યકરો અને નેતાઓ રાજીનામ આપવાની પણ વાત કરી રહ્યાં છે. જોકે હાલ તો વિસાવદર ભાજપમાં ભારેલા અગ્ની જેવી સ્થિતી નિર્માણ પામી છે.