છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી રસ્તા પર આવતા રોડ પણ તૂટી રહ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.04
- Advertisement -
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઝાંઝરડા રોડ પર ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયા બાદ રોડ પણ બનાવી દેવામાં આવ્યો છે જેમાં અંડરબ્રિજ પાસે આવેલ ગટર માંથી રોજબરોજ ગંદુ પાણી નીકળતા ભૂગર્ભ ગટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.આ ગટરનું પાણી બહાર નીકળી રોડ પર આવે છે જેના લીધે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.તો બીજી તરફ અંડરબ્રિજ પર થોડા દિવસો અગાઉ ડામર રોડ પણ બનાવામાં આવ્યો છે ત્યારે ગંદુ પાણી રોડ પર વેહતાં રોડ પણ તૂટવા લાગ્યો છે.ત્યારે ભૂગર્ભ ગટરની કામગીરી સમયે નાની સાઈઝના ભૂંગળા નાખવા મુદ્દે પણ અનેક પ્રશ્ર્નો નાગરિકો દ્વારા ઉઠ્યા હતા હવે જયારે ભર ઉનાળે ગટર ઉભરાઈ રહી છે ને તેનું પાણી રસ્તા પર વહી રહ્યું છે.