ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપથી ઠીક પહેલા જોરદાર ફોર્મ બતાવ્યું છે. વિજય હઝારે ટ્રોફી એલીટ ગ્રૂપ બીની મેચમાં ચંડીગઢ વિરુદ્ધ પંડ્યાએ માત્ર 31 બોલમાં 75 રન ફટકાર્યા હતા. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં બરોડા તરફથી રમતા હાર્દિક પંડ્યાનો આ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો હતો.
19 બોલમાં ફિફ્ટી
- Advertisement -
મોટા ભાઈ કૃણાલ પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમતા, હાર્દિક છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે ફક્ત 19 બોલમાં પોતાની અડધી સદી ફટકારી, 75 રનની ઇનિંગમાં નવ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા. 241.02 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા, હાર્દિકે પ્રિયાંશુ મોલિયા સાથે પાંચમી વિકેટ માટે માત્ર 51 બોલમાં 90 રન ઉમેર્યા.
પ્રિયાંશની સદી અને વિષ્ણુ અને જીતેશ દ્વારા અડધી સદી
બરોડાએ 49.1 ઓવરમાં 391 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. હાર્દિક પંડ્યા ઉપરાંત, પ્રિયાંશ મોલિયાએ 106 બોલમાં 113 રન બનાવ્યા. વિષ્ણુ સોલંકીએ ૫૪ રન બનાવ્યા. વિકેટકીપર જીતેશ શર્માએ 33 બોલમાં 73 રન બનાવ્યા.




