એ.આર. રહેમાને બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી કામ કરીને દેશ અને દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે પણ સફળતાના શિખરે પહોંચતા પહેલા એ.આર. રહેમાને એમના જીવનમાં ઘણું જોયું.
‘દિલ સે રે…’, ‘યે હસીન વાદીયાં…’, ‘મા તુઝે સલામ…’ એવા અઢળક ગીતો છે, જે લોકોને આજે પણ યાદ છે સાંભળે છે અને તેને સાંભળતા જ તેમાં ખોવાઈ જાય છે. ભારતના શ્રેષ્ઠ ગાયકો અને સંગીતકારોમાંથી એક એવા એ.આર. રહેમાન આ ગીતોમાં આ જાદુ ફેલાવે છે. એ.આર. રહેમાને માત્ર હિન્દીમાં જ નહીં પણ ઘણી ભાષાઓમાં ગીતો ગાયા અને કમ્પોઝ કર્યા છે. આ સાથે જ એમને 2 ઓસ્કાર, 2 ગ્રેમી અને અઢળક એવોર્ડ જીત્યા છે. એ.આર. રહેમાને બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી કામ કર્યું છે અને દેશ અને દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. પણ સફળતાના શિખરે પહોંચતા પહેલા એ.આર. રહેમાને એમના જીવનમાં ઘણું જોયું.
- Advertisement -
એ.આર. રહેમાને એક લાંબો સફર નક્કી કર્યો છે
પિતાની અચાનક મૃત્યુથી લઈને માતાને અપમાનિત થતા જોઈ છે, 9 વર્ષની ઉંમરે પરિવારની જવાબદારી ઉપાડવાથી લઈને આત્મહત્યાનો વિચાર કરવા સુધી એમનો એક લાંબો સફર નક્કી કર્યો છે. એ.આર. રહેમાન જે એક સમયે દિલીપ કુમાર હતા એમને પોતાનો ધર્મ બદલી નાખ્યો અને એ.આર. રહેમાન બની ગયા. 6 જાન્યુઆરીના રોજ તેઓ 56 વર્ષના થયા છે અને આ ખાસ અવસર પર અમે તમને એમના સાથે જોડાયેલી રસપ્રદ અને અજાણી વાતો જણાવશું.
એ.આર. રહેમાનનું પૂરું નામ
એઆર રહેમાનનું પૂરું નામ અલ્લાહ રખા રહેમાન છે. તેમનો જન્મ એએસ દિલીપ કુમાર તરીકે 6 જાન્યુઆરી 1967ના રોજ મદ્રાસ, તમિલનાડુમાં થયો હતો અને તેમના પિતા આરકે શેખર તમિલ-મલયાલમ ફિલ્મો માટે ફિલ્મ-સ્કોર કંપોઝર અને કંડક્ટર હતા. એઆર રહેમાને જ્યારે 4 વર્ષના હતા ત્યારે પિયાનો શીખવાનું શરૂ કર્યું હતું અને તેઓ સ્ટુડિયોમાં કીબોર્ડ વગાડીને પિતાને મદદ કરતાં હતા.
પિતાનું નિધન થયું, શાળામાં પ્રિન્સિપાલે મા નું અપમાન કર્યું
એ.આર. રહેમાને માત્ર 9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા અને તે પછી તેમનું અને પરિવારનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. ઘર ચલાવવા માટે તેની માતા મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ રેન્ટ પર આપતી હતી અને એઆર રહેમાનના માથા પર ઘણી જવાબદારીઓ આવી ગઈ હતી જેના કારણે તે શાળામાં ગેરહાજર રહેવા લાગ્યા હતા. એકવાર પ્રિન્સિપાલે તેને અને તેની માતાને બોલાવ્યા. જ્યારે પ્રિન્સિપાલને આર્થિક સ્થિતિ વિશે જાણ થઈ, ત્યારે તેણે કોઈ પણ પ્રકારની આશ્વાસન કે મદદ આપવાને બદલે તેની માતાને કહ્યું કે તે તેના પુત્રને લઈને રસ્તા પર ભીખ માંગે. આ સાથે એમને એમ પણ કહ્યું હતું કે ક્યારેય તેમના પુત્રને શાળાએ ન મોકલે.
- Advertisement -
અભ્યાસ છોડી સંગીતની દુનિયામાં પગ મૂક્યો
આ પછી એઆર રહેમાન એક વર્ષ માટે બીજી સ્કૂલમાં ગયા હતા અને વધુ અભ્યાસ માટે કોલેજમાં જોડાયા હતા જયા એમને ખુદની સંગીત પ્રતિભા વિશે જાણ્યું અને તેના ક્લાસમેટ સાથે મળીને એક બેન્ડ બનાવ્યું. આ પછી એમને તેની માતા સાથે ચર્ચા કર્યા પછી પોતાનો અભ્યાસ છોડી દીધો અને સંગીતની દુનિયામાં સંપૂર્ણ રીતે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. તે કીબોર્ડ, પિયાનો અને હાર્મોનિયમથી માંડીને વિવિધ સંગીતનાં સાધનો વગાડવામાં પારંગત બન્યા.
પછી ક્યારેય એ આર રહેમાને પાછળ ફરીને નથી જોયું
એઆર રહેમાને શરૂઆતમાં માસ્ટર ધનરાજ પાસેથી સંગીતની તાલીમ લીધી હતી અને 11 વર્ષની ઉંમરે એમને મલયાલમ સંગીતકારો માટે ઓર્કેસ્ટ્રા વગાડવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ એમને એમએસ વિશ્વનાથન, વિજયા ભાસ્કર, રમેશ નાયડુ સહિતના વિવિધ સંગીતકારો માટે કામ કરવાનું શરૂ કર્યું. આ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. એમને વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકમાં ડિપ્લોમા પણ કર્યું છે. જો કે, આ સંઘર્ષ દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે તેના મગજમાં આત્મહત્યાનો વિચાર આવવા લાગ્યો, પરંતુ એમને ક્યારેય હિંમત ન હારી.
ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ અપનાવ્યો
કહેવાય છે કે 1984માં એઆર રહેમાનની નાની બહેન ગંભીર રીતે બીમાર પડી હતી અને આ પછી 23 વર્ષની ઉંમરે, એમને પોતાનો ધર્મ બદલીને ઇસ્લામ અંગીકાર અપનાવ્યો હતો અને દિલીપ કુમારથી એઆર રહેમાન બન્યા હતા. આ પછી એમને સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા અને તેમને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા અને અમીન. રહેમાનના પરિવારના મોટાભાગના સભ્યો સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે.