સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક ‘નીલકંઠ ચરિત્ર’માં ભરી-ભરીને સનાતની દેવી-દેવતાઓના અપમાન
જે પ્રમુખ સ્વામીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ભાજપ સાથેની નિકટતાના કારણે પૂજ્ય- પરમ પૂજ્ય, મહાન સંત, પ્રમુખ બાપા, ગુરુ હરિ, અબ્દુલ કલામ પાસે પુસ્તક લખવાનારા વગેરે બતાવવામાં આવ્યા, તે પ્રમુખ સ્વામીએ પડદા પાછળ આ પુસ્તકો છપાવડાવી હતી. કોલેજોમાં અને સમાજમાં યુવાન હિંદુઓને સંન્યાસી બનવા પ્રેરાતા અને પછી તેમની ધાર્મિક તાલીમ માટે આ મદરેસા છાપ પુસ્તકો આપવામાં આવતી. તે હિંદુ સમાજ માટે એવા જ સંત હતા, જેવા રોમન ચર્ચના મધર ટેરેસા હતા. આ પુસ્તકમાં શું-શું લખ્યું છે તેનો વિસ્તૃત ખુલાસો ડૉ. કૌશિક ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે, જે અહીં પ્રસ્તુત છે.
- Advertisement -
વડ નીચે પદ્માસન વાળીને તેઓ બિરાજ્યા. વર્ણી જ્યારે ધ્યાનમાંથી જાગ્યા, ત્યારે તેમણે હનુમાનજીને સામે બેઠેલા જોયા. તેમના સામું જોઈ હસીને વર્ણીએ પૂછ્યું : ‘તમે ક્યારના આવ્યા છો ?’ હનુમાનજીએ કહ્યું : ‘મહારાજ ! આપનાં નિત્ય દર્શન કરવાનો મારો નિયમ છે. તે નિયમ અનુસાર આજે અયોધ્યામાં આપને ઘેર ગયો પણ આપ ત્યાં ન હતા તેથી સરયતટે આવ્યો. ત્યાં પણ આપને ન જોયા. પછી ધ્યાનમાં જોયું તો આપ આ તરફ પધાર્યા છો તે જાણી અહીં આવ્યો. હવે આપની આજ્ઞા હોય તો આપની સાથે સેવામાં રહું.’ તેમનાં આ વચન સાંભળી વર્ણિએ તેમને કહ્યું : ‘હમણાં તો એકલા જ વિચરણ કરવાનો મારો વિચાર છે માટે હું યાદ કરું ત્યારે આવજો; અયોધ્યામાં સ્વજનોને કુશળ સમાચાર આપજો.’ એટલું કહી પોતે પાછા ધ્યાનમગ્ન બની ગયા. (પૃષ્ઠ 2)
નીલકંઠ વર્ણી નર-નારાયણના આ બદરિકાશ્રમમાં પધાર્યા. આ બ્રહ્માંડના ભોમિયા નરનારાયણે પોતાનાં પચાસ વર્ષ અને દોઢ પહોર સુધી એક પગે ઊભા રહીને સ્તુતિ કરી હતી. ત્યારે પર્ણપરષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. નરનારાયણની આ તપશ્ર્ચર્યાનું ફળ આપવા જ સાક્ષાત્ પુરુષોત્તમ આજે નીલકંઠ વેષે અહીં પધાર્યા હતા. નરનારાયણ ઋષિએ હર્ષઘેલા થઈને નીલકંઠ વર્ણીની ગદગદ કંઠે સ્તુતિ કરીને નીલકંઠને કહ્યું: ‘આપનો પ્રતાપ કોઈ જાણતા નથી. આપના પ્રતાપથી જ અમારી મોટપ છે. આપનાથી અમને જે મોટા માને છે તે ખરેખર આપના પ્રતાપને જાણતા જ નથી.’
….તેમની સેવાઓ સ્વીકારીને નીલકંઠે વિદાય લેતાં લેતાં નરનારાયણ ઋષિને સંબોધીને નીલકંઠે કહ્યું : ‘ઋષિવર્ય ! તમે મારી ખૂબ સેવા કરી છે. તેથી તમારી મર્તિની સ્થાપના હં ભરતખંડમાં જરૂર
કરીશ.’ (પૃષ્ઠ 14)
‘નીલકંઠની સેવા કર્યાથી શિવ-પાર્વતી અત્યંત આનંદિત થઈ ગયાં, પછી પ્રણામ કરી, નીલકંઠના આશિષ લઈ આકાશમાર્ગે અદ્રશ્ય થઈ ગયાં’
સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં સનાતની દેવી-દેવતાઓના અપમાન ક્યાં સુધી?
- Advertisement -
4. તંબોળીએ પછ્યું, ‘વર્ણીરાજ ! રીંછ તમારી પાસે આવીને કેમ શાંત થઈ ગયો ? શા માટે રોતો હતો ? કોણ હતો એ ! તમને નમન કરીને કેમ ચાલ્યો ગયો ?’
નીલકંઠે કહ્યું, ‘તેનું નામ જાંબુવાન. કૃષ્ણના સમયમાં તેણે કૃષ્ણની સેવા કરેલી. પરંતુ મનમાં શંકા રહી ગયેલી તેથી ભટક્યા કરતો હતો. આજે તેનું કલ્યાણ થયું. આ રીંછ હવે આ દેહનો ત્યાગ કરી દેશે. મનષ્યરૂપે સત્સંગમાં જન્મશે. અમારો તેને યોગ થશે. અને અક્ષરધામ પામશે.’ (પૃષ્ઠ 46)
મહાકાલીનો ઉપાસક પિબેક મૂળ તો એક મુમુક્ષુ બ્રાહ્મણ હતો. પરંતુ ખરાબ સોબતથી તે બહુ ખરાબ થઈ ગયો. માંસ-મચ્છી ખાવા લાગ્યો. ભાંગ, દારૂ પીવા લાગ્યો. દેવીની ઉપાસના કરતો. ભૂત-ભૈરવની સાધના કરતો.
…પિબેકને જોઈને સિદ્ધ બાવાઓ થરથર ધ્રૂજવા લાગ્યા. તે સૌ ઊઠીને પિબેકના શરણે જવાની તૈયારી કરવા લાગ્યા. નીલકંઠે તેમને શાંતિથી કહ્યું : ‘તમે કેમ ચાલવા માંડ્યા ? આવા મલિન દેવ-દેવીઓના ઉપાસકથી કેમ બીઓ છો ?’ (પૃષ્ઠ 35)
5. આમ વિચાર કરે છે ત્યાં કાપડી (બાવો અને બાવીના) વેશે એક પુરુષ અને સ્ત્રી પોઠિયા પર બેસીને આવ્યાં. આ ઘોર જંગલમાં માનવીનો કદી પ્રવેશ પણ ન થયો હોય ત્યાં આ વળી કોણ આવ્યું ? નીલકંઠે તેમનો પરિચય માંગ્યો. સ્ત્રીએ કહ્યું : ‘આ શિવજી છે અને હું સતી છું. આપ આટલા દિવસથી ભૂખ્યા છો તેથી આપના માટે સાથવો લાવ્યા છીએ.’ નીલકંઠને મીઠું અને સાથવો આપ્યો. શાલિગ્રામને ધરીને નીલકંઠ મીઠું અને સાથવો જમ્યા. નીલકંઠની સેવા કર્યાથી શિવપાર્વતી અત્યંત આનંદિત થઈ ગયાં. પછી પ્રણામ કરી, નીલકંઠના આશિષ લઈ આકાશમાર્ગે અદૃશ્ર્ય થઈ ગયાં. (પૃષ્ઠ 63)