કોલકાતા રેપ-મર્ડર કેસ: બે દિવસ પહેલા સેશન કોર્ટે દોષિત સંજયને આજીવન કેદની સજા ફટકારી હતી
ટ્રેઇની ડોક્ટરનો રેપ- હત્યાનો કેસ 3 કોર્ટમાં, નીચલી કોર્ટમાં આવ્યો ચૂકાદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડોક્ટર યુવતીનો રેપ-હત્યા કેસની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્ર્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓ મોટો લીધો હતો. આ સંદર્ભે, આજે કોર્ટ ટ્રેઇની ડોક્ટરના માતાપિતાની અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ ઈઇઈંની તપાસ સાથે સહમત નથી. તેમણે આ કેસની ફરીથી તપાસની માંગણી કરી હતી.
2 દિવસ પહેલા સેશન્સ કોર્ટે સંજય રોયને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી, તેથી મૃત્યુદંડની સજા ન આપી શકાય. સિયાલદહ કોર્ટના નિર્ણય સામે પશ્ર્ચિમ બંગાળ સરકાર હાઈકોર્ટમાં પહોંચી હતી. સરકારે હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું- સંજય રોયને આજીવન કેદ નહીં પરંતુ ફાંસીની સજા આપવામાં આવે.
આરજી કર રેપ-હત્યાનો કેસ નીચલી કોર્ટ તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ખરેખરમાં, અનેક પીઆઈએલની સાથે પીડિતાના માતા-પિતાએ પણ કોલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોલકાતા પોલીસ પર અવિશ્ર્વાસ દર્શાવતા CBI તપાસની માંગ કરવામાં આવી હતી. તેના પર કોર્ટે 13 ઓગસ્ટે આ મામલાની CBI તપાસનો આદેશ આપ્યો હતો. દેશભરમાં ડોકટરોના પ્રદર્શન અને હડતાળ પછી, સુપ્રીમ કોર્ટે 18 ઓગસ્ટે પોતે જ કાર્યવાહી કરી હતી. સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષામાં કમી પર ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટરોની સુરક્ષા બાબતે ટાસ્ક ફોર્સ બનાવવા સૂચના આપવામાં આવી હતી. તેમજ સુપ્રીમ કોર્ટ સમગ્ર મામલાને જોઈ રહી છે. CBIએ 10 ડિસેમ્બર 2024ના રોજ સુપ્રીમ કોર્ટને સ્ટેટસ રિપોર્ટ આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિયાલદહ કોર્ટમાં નિયમિત સુનાવણી ચાલી રહી છે. તે સમયે 81માંથી 43 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી હતી.