અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનએ જણાવ્યું કે, ઇઝરાયલ-હમાસની વચ્ચે યુદ્ધ વિરામ હમાસના કારણે હવે પૂર્ણ થઇ ગયો છે. તેમણે આતંકી સગંઠને આપેલા વચનો પર ફરી ગયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, મેં સ્પષ્ટ કર્યુ છે કે, યુદ્ધ વિારમના કારણે પણ ઇઝરાયલ નાગરિકોની સુરક્ષા અને માનવીય સહયતા ચાલુ રહેશે. અમે આજે જ જોયું કે, ઇઝરાયલ કેટલાક વિસ્તારમાંથી બહાર નિકળી ગયું છે. જેનાથી ખબર પડે છે કે, ગાઝામાં નાગરિક સુરક્ષિત જગ્યાઓ પર રહી શકે છે. યુદ્ધ વિરામ પૂર્ણ થવાનો અર્થ છે કે, હમાસને યુદ્ધ વિરામનો નિયમ તોડયો છે.
- Advertisement -
તેમણે કહ્યું કે, આ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે, આ યુદ્ધ વિરામ ક્યારે પૂર્ણ થશે, આ વિરામ હમાસના કારણે પૂર્ણ થયો. હમાસે વચન આપ્યું હતું, અને હવે તોડી રહ્યું છે. વિરામ પૂર્ણ થયા પહેલા જ હમાસે યેરૂશલમમાં હુમલો કરી દીધો, જેમાં ત્રણ લોકોની મૃત્યુ થઇ ગઇ છે, જયારે અમેરિકી નાગરિક સહિત કેટલાય અન્ય ઇજાગ્રસ્ત થયા છે. વિરામ પૂર્ણ થયા પહેલા તેમણે રોકેટ છોડવાનું શરૂ કર્યું છે.
બંધકોને છોડવામાં આવે એ માત્ર લક્ષ્ય
બ્લિંકને ક્ષેત્રમાં શાંતિ રાખવા માટે અમેરિકાના સમર્થન મેળવ્યું અને જણાવ્યું કે, અમેરકાનું લક્ષ્ય હાલમાં બંધકોને છોડાવવાનું છે. આ બંધકોને ઘરે પહોંચાડવામાં દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવશે. અમારી પાસે 7 દિવસનો યુદ્ધ વિરામ બતો, જેમાં લોકો પોતાના ઘરે પહોંચે અને પોતાના પરિવારજનોને મળે. અમે સ્પષ્ટ રૂપથી ઇઝરાયલનું સમર્થન કરી રહ્યા છીએ અને અમારો પ્રયત્ન છે કે, 7 ઓક્ટોમ્બરવાળી ઘટના ફરીથી ના બને.
7 દિવસોના વિરામ પછી ઇઝરાયલ અને હમાસની વચ્ચે શુક્રવારના યુદ્ધને ફરી શરૂ થઇ ગયું. સ્થાનીક સમયાનુસાર સવારે 7 વાગ્યે સંઘર્ષ વિરામ પૂર્ણ થયા પછી ઇઝરાયલે ગાઝામાં હમાસના સ્થાનો પર હુમલો કર્યો. ગુરૂવાર 30 નવેમ્બરના બ્લિંકને પેલિસ્ટીનીનીએ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે રામલ્લાહમાં મુલાકાત કરી હતી.