ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં છેલ્લા ઘણા સમયથી અવિરત વરસાદના લીધે ખેતી પાકને વ્યાપક નુકશાન જોવા મળી રહ્યું છે એક તરફ તૈયાર થયેલ પાક પર વરસાદ પડતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાઈ ગયો છે.અને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે જેમાં મગફળી, સોયાબીન, અડદ સહીત કઠોળ પાકને ભારે નુકશાન થયું છે.
છેલ્લા 8 દિવસથી વરસાદ અનેક તાલુકામાં પડી રહ્યો છે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ સામી સાંજે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે ગત સામી સાંજે જૂનાગઢમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો અને અડધો ઇંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા એજ રીતે તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા દોઢ ઇંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા તેમજ વિસાવદર પંથકના લીમધ્રા સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો આમ સતત અવિરત વરસાદના લીધે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડૂતો સરકાર પાસે વેહલી તકે સર્વે કરીને ખેતી પાકમાં થયેલ નુકશાનીનું વળતર ચુકવાવા માંગ ઉઠવા પામી છે.