ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ટંકારા તાલુકા દ્વારા ગુરુ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સરસ્વતી વંદના અને દીપ પ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી.
કાર્યક્રમમાં મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, રાજ્ય સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી અને અન્ય આગેવાનોએ ગુરુના સ્થાન તેમજ સંગઠનના વિસ્તરણ અંગે માર્ગદર્શન આપ્યું.
- Advertisement -
ટંકારા તાલુકાની નવી કારોબારી રચવામાં આવી જેમાં રોહિતભાઈ ચીકાણી અધ્યક્ષ તરીકે અને અભયભાઈ ઢેઢી મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી.
સદસ્યતા અભિયાન માટે પણ આયોજન કરવામાં આવી, જે આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. અંતે સભ્યોના પ્રતિભાવ અને પ્રશ્ર્નોત્તરી બાદ કાર્યક્રમ કલ્યાણ મંત્ર સાથે પૂર્ણ થયો.