ગુરુપૂર્ણિમા નિમિત્તે બાપાને મંગળા આરતી, ધ્વજ પૂજન, ધ્વજ રોહણ તથા ગુરુ પૂજન સહિતના ધાર્મિક કાર્યકમ યોજાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી બાપાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, બગદાણા ઘામ ખાતે ગુરુપૂર્ણિમા નિમતે બાપાને સવારે 5 વાગે મંગળા આરતી, ધ્વજ પૂજન 7 કલાકે, ધ્વજ રોહણ 7:30 કલાકે તથા ગુરુપૂજન 8:30 કલાકે સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, ત્યારેબાદ સાંજ સુધીમાં લાખો ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુરુપૂર્ણિમાની ઉજવણી થવાની હોય બાપાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.
- Advertisement -
રસોડા વિભાગ સહિત અલગ અલગ વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ ગુરુપૂર્ણિમાની ઉજવણીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થવાની ગણતરી સાથે રસોડા વિભાગમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે, મોટા માનવ સમુદાયની વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે સ્વયંસેવક મંડળના 100 ગામોના 4000 થી વધુ ભાઈઓ અને 2500 થી વધુ મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા પૂરી પાડી છે, ગુરુ આશ્રમની પરંપરા પ્રમાણે દરેકને ભોજન પ્રસાદ પંગતમાં બેસીને પીરસવામાં આવે છે. વ્યવસ્થા ખાતર ગોપાલ વાડીમાં ભાઈઓ અને સંતો તેમજ આશ્રમની નજીકના પરિસરમાં આવેલા રસોડા વિભાગમાં બહેનો ભોજન પ્રસાદ લેવામાં આવે છે.
અહીં પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સહિત 130 પોલીસ કોન્સ્ટેબલ, 1 પીઆઈ, 6 પીએસઆઈ તેમજ 90 હોમગાર્ડના જવાનોનો બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આકસ્મિક સંજોગો માટે ફાયર ફાઈટર વાહન સ્ટેન્ડ બાય રહેશે. આ સિવાય એક 108 સહિત ત્રણ મેડિકલ એમ્બ્યુલન્સ પણ રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર નો સ્ટાફ પણ ખડે પગે જોવા મળ્યો હતો.