વેરાવળમાં ગુરુનાનક જયંતીના 15 દિવસ પૂર્વે ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા સતત 15 દિવસ સુધી પ્રભાતફેરી,કીર્તન,લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમોનું છેલ્લા 25 વર્ષથી આયોજન કરવામાં આવે છે.જેના ભાગ રૂપે રવિવારે રવિવારે સતત 26માં વર્ષે નગર્કિર્તનનું આયોજન કરવામાં આવ્યું. આ તકે ગુરુનાનક ચોકથી લીલાશાહ બાગ સુધી ગુરુગ્રંથ સાહેબ સાથે નગરકિર્તનનું આયોજન કરાયું હતું.જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા ગયા.આ ઉપરાંત લીલાશાહ બાગ ખાતે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ અને બહેનો માટે આરતી સ્પર્ધા તેમજ સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુનાનક કીર્તન મંડળીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
વેરાવળમાં ગુરુનાનક કીર્તન મંડળ દ્વારા ગુરુનાનક જયંતી પૂર્વે નગરકીર્તનનું ભવ્ય આયોજન કરાયું

Follow US
Find US on Social Medias