10 વર્ષની માસુમે રિબાઇ રિબાઇને 8 દિવસ કાઢ્યા, મોડીરાતે પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં જ પોલીસ બંદોબસ્ત વચ્ચે માસૂમનો પાર્થિવદેહ વતન મોકલાયો
સમગ્ર ગુજરાતમાં આક્રોશ ચરમસીમાએ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું છે. પીડિતાને 23 ડિસેમ્બરના રોજ બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ઈંઈઞમાં દાખલ હતી.
ગુજરાતની નિર્ભયાને બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પરિણામે બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો. આમ ગુજરાતની નિર્ભયા 8 દિવસ, 180 કલાક, 10,800 મિનિટ અને 6 લાખ 48 હજાર સેક્ધડ સુધી સતત મરતી રહી હતી. રાત્રિના બે વાગ્યાની આસપાસ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે માસૂમના પાર્થિવદેહને ઝારખંડ રવાના કરવામાં આવ્યો હતો.
આ અંગે જજૠ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બાળકીને આજે બપોરે 2 વાગ્યે પહેલો કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જે બાદ બાળકીની સ્થિતિ ખુબ જ ગંભીર બની હતી. જે બાદ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તેને સારવાર આપવામાં આવી, જેના કારણે બાળકી થોડી સ્ટેબલ થઈ હતી. પરંતુ 5:15 વાગ્યે બાળકીને ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તે દરમિયાન હાજર નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તાત્કાલિક સારવાર આપી હતી. પરંતુ આશરે 6:15 વાગ્યે તેણે દમ તોડ્યો હતો જે બાદ તેને મૃત જાહેર કરી છે. પોલીસ દ્વારા આગળ પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બાળકીના મોત પાછળ ઘણા બધા કારણો ભાગ ભજવે છે. બાળકીના આખા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું. જેના કારણે બાળકીના ઓર્ગન પણ ફેઇલ થઈ ગયા હતા. તેના કારણે પણ કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. પીડિતાના પરિવારની હાલત દુ:ખથી ભરેલી છે. અમે તેમને સાંત્વના આપીએ છીએ.
દુષ્કર્મી વિજય વધુ સાત દિવસના રિમાન્ડ પર
- Advertisement -
ભરૂચ ઝઘડિયા જીઆઇડીસીમાં શ્રમિક બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે પોલીસે સળિયો રિક્વર કરવાનો બાકી છે. ત્યારે પોલીસે આરોપીના વધુ દસ દિવસના રિમાન્ડની માગ કરી હતી, જોકે અંકલેશ્ર્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આજે દુષ્કર્મ પીડિતાનું સારવાર દરમિયાન 8મા દિવસે મોત થયું છે.
ઝઘડિયા જીઆઇડીસીમાં રહેતા શ્રમિક પરિવારની માત્ર દસ વર્ષની બાળકી સાથે ત્યાં જ રહેતા પાડોશી વિજય પાસવાન નામના આરોપીએ તેનું અપહરણ કરી તેના મકાનની નજીક આવેલી ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં પોલીસે ગણતરીના સમયમાં જ 36 વર્ષીય વિજય પાસવાનને ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે આરોપીને અંકલેશ્ર્વર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. તેના રિમાન્ડ આજે પૂર્ણ થતાં પોલીસે ફરી અંકલેશ્ર્વર એડિશનલ કોર્ટના જજ પાસે આરોપી ગુનામાં લીધેલો સળિયો રિકવર કરવા, પોટેન્સી ટેસ્ટ અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હતી કે નહીં એની તપાસ માટે વધુ 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેમાં કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં સરકારી વકીલ પી.બી.પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી.
ઝઘડિયા GIDC દુષ્કર્મ કેસમાં સળિયો રિક્વર કરવાનો બાકી, પોલીસે 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી
‘હા, પહેલાં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાંખ્યો’
હા…સાહેબ… પહેલાં મેં રેપ કર્યો, પછી પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો. આ ક્રૂર કબૂલાત ભરૂચના ઝઘડિયા ૠઈંઉઈમાં 10 વર્ષની બાળકી પર રેપ ગુજારનાર હેવાનની છે. એ હેવાન વિજય પાસવાનને તો પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના ઘરેથી ઝડપી લીધો, પણ તેની હેવાનિયત સાંભળીને પોલીસના પણ રૂંવાડાં ઊંભાં થઈ ગયાં હતાં. આ હેવાન આટલેથી નહોતો અટક્યો, તેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે એકાદ મહિના અગાઉ પણ તેણે આ જ માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું, પણ મા-બાપની ચુપ્પીએ આ દીકરીને મોતના મુખમાં ધકેલી દીધી હતી. પોક્સો એક્ટ હેઠળ આરોપી વિજય પાસવાનને એક લાખ રૂપિયા વચગાળાના વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરાયો હતો. દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ બાળકી સાથે અમાનવીય કૃત્ય કર્યું હતું.