રણજી ટ્રોફી 2023-24 નો પહેલો રાઉન્ડ સોમવારે પૂર્ણ થઈ ગયો છે. મણિપૂરને એક દાવ અને 69 રનથી હરાવીને હાલમાં મહારાષ્ટ્ર 7 પોઈન્ટ સાથે ટોચ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વિદર્ભ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
રણજી ટ્રોફી 2023-24 નો પહેલો રાઉન્ડ સોમવારે પૂર્ણ થઈ ગયો છે. મણિપૂરને એક દાવ અને 69 રનથી હરાવીને હાલમાં મહારાષ્ટ્ર 7 પોઈન્ટ સાથે ટોચ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે વિદર્ભ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જ્યારે સૌરાષ્ટ્ર 3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો કે હાલમાં ટુર્નામેન્ટના શરૂઆતના દિવસો છે. પરંતુ રણજી ટ્રોફીમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ પર નજર કરવી યોગ્ય રહેશે. સૌથી વધુ રન બનાવવાના મામલામાં ચેતેશ્વર પુજારા સૌથી આગળ છે. તેમણે એક જ મેચમાં 243 રન બનાવ્યા છે. જ્યારે કર્ણાટકના ખેલાડી દેવદત્ત પડિક્કલ 193 રન સાથે બીજા સ્થાને છે.
- Advertisement -
રણજી ટ્રોફી 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ચેતેશ્વર પુજારા (એસએયુ) 1 મેચ, 243 રન
દેવદત્ત પડિક્કલ(કેએનટીકેએ) 1 મેચ, 193 રન
આરકે ભુઈ (એપી) 1 મેચ, 175 રન
યુઆર કુમાર (ગુજરાત) 1 મેચ, 165 રન
આર પરાગ (આસામ) 1 મેચ, 163 રન
કેવી સિદ્ધાર્થ (ગોવા) 1 મેચ, 155 રન
એઆર બાવને (મહારાષ્ટ્ર) 1 મેચ, 153 રન
પીકે ગર્ગ (યુપી) 1 મેચ, 150 રન
એસટી પોલ (ત્રિપુરા) 1 મેચ, 144 રન
એ જુયાલ (UP) 1 મેચ, 143 રન
रणजी में पुजारा को 17 वां दोहरा शतक ठोक ने पर बंधाई दीजिए ❤️❤️💐#pujara #RanjiTrophy #Devara#MumbaiIndians #ViratKohli #bbtvi #uksnow pic.twitter.com/LdKb3QlJaY
- Advertisement -
— Mukesh Nehra (@Cricketwithjat) January 8, 2024
રિયાન પરાગ 82 બોલમાં 154 રન ફટકારીને ચર્ચામાં રહ્યો
રણજી ટ્રોફી દરમિયાન મોટા નામ સારું પ્રદર્શન કરતા નજરે પડ્યા.ચેતેશ્વર પુજારા જેમણે દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે પહેલા જ મુકાબલામાં 243 રન ફટકારીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. આ પ્રકારે યુવા બેટ્સમેન દેવદત્ત પડિક્કલ ભલે બેવડી સદી ચૂકી ગયો હતો પરંતુ તેમણે પોતાની દાવેદારી મજબૂત કરી દીધી હતી. આ સિવાય આસામ તરફથી રિયાન પરાગે 82 બોલમાં 154 રન ફટકારીને ચર્ચામાં રહ્યો હતો. રિયાને પોતાની બેટિંગ દરમિયાન 12 સિક્સર ફટકારી હતી. હૈદરાબાદ, મુંબઈ, છત્તિસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, વિદર્ભ, વડોદરા પોતાની મેચ જીતી ચૂક્યા છે.