સંસદસભ્ય રામભાઈ મોકરીયાની આગેવાની હેઠળ ગુજરાતના રાજ્યસભાના સાંસદોના એક પ્રતિનિધિમંડળે તાજેતરમાં ચૂંટાયેલા ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાંસદોએ તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાત લેનારાઓમાં નરહરી અમીન, શ્રીમતી રમીલાબેન બારા, ગોવિંદભાઈ ધોળકિયા, બાબુભાઈ દેસાઈ, મયંકભાઇ નાયક, કેસરીદેવસિંહ ઝાલા, ડોક્ટર જશવંતસિંહ પરમાર વગેરેનો સમાવેશ થતો હતો. આ મુલાકાત દરમિયાન, સાંસદોએ મહામહિમ ઉપરાષ્ટ્રપતિશ્રીને ગુજરાતની સરદાર પટેલની પાવનભૂમિ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું, જેને ઉપરાષ્ટ્રપતિશ્રીએ સ્વીકાર્યું છે.
સંસદસભ્ય રામભાઈ મોકરીયાની આગેવાનીમાં ગુજરાત રાજ્યના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી

Follow US
Find US on Social Medias


