ખેડૂતોને બિપરજોયથી થયેલાં નુકસાનનું વળતર ટૂંકમાં ચૂકવાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડાથી રાજ્યને થયેલા નુકસાન સામે ખાસ સંજોગોમાં રૂ.800 કરોડની આર્થિક સહાય કેન્દ્ર સરકાર પાસે માગી છે. આ સહાય સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ-એસડીઆરએફ ઉપરાંત માગવામાં આવી છે. બેત્રણ દિવસ પહેલાં રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રને મોકલાવેલા વિસ્તૃત મેમોરેન્ડમના ભાગરૂપે ખાસ કિસ્સામાં આ સ્પેશિયલ માગ કરાઈ છે.
- Advertisement -
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે બુધવારે ગુજરાતને તેના આ વર્ષના એસડીઆરએફના લેણા પેટે રૂ.584 કરોડ આપ્યા છે. 2023-24ના કેન્દ્રીય બજેટમાંથી એસડીઆરએફ પેટે ગુજરાતે કુલ રૂ.1,940 કરોડમાંથી 75 ટકા કેન્દ્રના હિસ્સારૂપે રૂ.1,455 કરોડ લેવાના નીકળે છે, જે પેટે રૂ.584 કરોડ રાજ્યને પ્રથમ હપતા તરીકે ફાળવાયા છે. હવે આ વર્ષના લેણા પેટે કેન્દ્ર પાસેથી રૂ.485 કરોડ લેવાના બાકી રહે છે.
કૃષિ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે બિપરજોય વાવાઝોડાને કારણે એસડીઆરએફના નોમ્ર્સ પ્રમાણે સહાયપાત્ર 33 ટકાથી વધુ નુકસાન 42 હજાર હેકટરમાં ખેતી પાકોને ,24 હજાર હેકટરમાં બાગાયતી પાકોને થયું છે. જ્યારે કુલ 76 લાખ બાગાયતી વૃક્ષોને થયેલા નુકસાન પૈકી 13 લાખ વૃક્ષો સંપૂર્ણપણે ધ્વસ્ત થયાં હતાં. આ અંગે રાહત ચૂકવવાની ટૂંકમાં જ જાહેરાત થશે, એમ જણાવાઈ રહ્યું છે.