લોનની રકમનો ઉપયોગ રાજયમાં સ્વાસ્થ્ય સેવાઓ બહેતર બનાવવામાં થશે: અગાઉ પંજાબને પણ મળી હતી આવી લોન
વિશ્વ બેન્કે ગુજરાતને 35 કરોડ ડોલર (2832 કરોડ રૂપિયાથી વધુ)ની લોન (કરજ)ની મંજુરી આપી છે, જેનો ઉપયોગ જાહેર સ્વાસ્થ્ય સેવાઓને બહેતર બનાવવા માટે થશે. આ રકમનું ફોકસ બીમારીની દેખરેખ તરફ હશે.
- Advertisement -
વિશ્વ બેન્કે ગુરુવારે જણાવ્યું હતું કે તેના કાર્યકારી ડિરેકટર મંડલે ગુજરાતને 35 કરોડ ડોલરનું કર્જ દેવા માટે લીલીઝંડી આપી દીધી છે. આ લોન વિશ્વ બેન્કના એકમ આંતરરાષ્ટ્રીય પુનનિર્માણ અને વિકાસ બેન્ક (આઈબીઆરડી) આપશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વિશ્વ બેન્કના કાર્યકારી ડિરેકટરે ભારતના અન્ય રાજય પંજાબને પોતાના નાણશકીય સંસાધનોને બહેતર વ્યવસ્થાપન કરવા અને જાહેર સેવાઓને લોકોની પહોંચમાં સુધારો કરવામાં મદદ કરવા માટે 150 મિલિયન અમેરિકા ડોલરનો લોનને પણ મંજુરી આપી છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાને પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે વિભિન્ન સરકારી વિભાગોની સંસ્થાગત ક્ષમતાઓને મજબૂત કરવા, નાણાકીય જોખમોની વ્યવસ્થા કરવા અને સતત વિકાસનું સમર્થન કરવા માટે રાજય તરફથી કરવામાં આવતા પ્રયાસોનું સમર્થન કરશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબનો ગ્રોથ ક્ષમતાઓના અનુરૂપ ઓછો રહ્યો છે. રાજકોષીય પડકારો અને સંસ્થાગત ક્ષમતા-વિધ્નોના સંયોજનનો મતલબ છે કે વિકાસની પ્રાથમીકતાઓને પુરી કરવામાં દુર્લભ સંસાધનોની કમી છે.