-સૌથી વધુ ભારતીય ધનવાનોનો વસવાટ મહારાષ્ટ્રમાં
-ગુજરાતમાં 110 અમીરોની કુલ સંપતિમાંથી અર્ધોઅર્ધ માત્ર ગૌતમ અદાણી પાસે છે
- Advertisement -
ભારતમાં ધનવાનોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી દેશના સૌથી ધનવાન છે ત્યારે રાજયવાર વિશ્લેષણ કરવામાં આવે તો અબજોપતિઓનો વરવાટ ધરાવતા ટોપ-3 રાજયમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.
હારૂન ઈન્ડીયા દ્વારા તાજેતરમાં દેશના ટોચના ધનવાનોનું લીસ્ટ જારી કરાયુ હતું. ભારતમાં સૌથી વધુ 391 અબજોપતિઓનો વસવાટ મહારાષ્ટ્રમાં છે જયારે દિલ્હીમાં 199 તથા ગુજરાતમાં 110નો વસવાટ છે. 1000 કરોડથી અધિકની સંપતિ ધરાવતા ધનવાનોને આ લીસ્ટમાં સામેલ કરવામાં આવે છે.
દિલ્હીને લાગેવળગે છે ત્યાં સુધી 199 અબજોપતિની કુલ સંપતિ 1659500 કરોડ છે. દિલ્હીમાં સૌથી ધનવાન એચસીએલના શિવનગરની સંપતિ 228900 કરોડની છે. દિલ્હીમાં મોટાભાગના ધનાઢયો ઓટોમોબાઈલ્સ કે તેના કોમ્પોનેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
- Advertisement -
ગુજરાતમાં અલ્ટ્રા-રીચ (ધનવાનો)ની સંખ્યા 110ની છે અને તેઓની કુલ સંપતિ 103500 કરોડ થવા જાય છે. રસપ્રદ વાત એ છે કે કુલ સંપતિમાંથી અર્ધોઅર્ધ માત્ર અદાણી ગ્રુપના ગૌતમ અદાણી પાસે છે. ગૌતમ અદાણી ભારતના બીજા નંબરના સૌથી ધનિક ભારતીય છે.
ગુજરાત પછી ત્રીજો નંબર કર્ણાટકનો છે જયાં 108 ધનકુબેરોનો વસવાટ છે અને તેઓની કુલ સંપતિ 691200 કરોડની થવા જાય છે. આરએમઝેડ કોર્પના અર્જુન મેંડા રાજયના સૌથી ધનવાન છે અને ત્યારબાદ ઝરોદ્રાના નીતીન કામથનુ નામ છે. તેઓની સંપતિમાં વર્ષ દરમ્યાન 46 ટકાનો વધારો થયો છે. ઈન્ફોસીસના સહ સંસ્થાપક ગોપાલક્રિષ્ણન ત્રીજા ક્રમે છે.
તેલંગાણા તથા આંધ્રપ્રદેશમાં કુલ 105 ધનવાનોનો વસવાટ છે. તામીલનાડુમાં સુપર રીચની સંખ્યા 103ની છે. જેઓની કુલ સંપતિ 453000 કરોડ છે. દેશનું આ એકમાત્ર રાજય છે જયાં સૌથી અમીર વ્યક્તિ એક મહિલા છે. જોહો કોર્પોરેશનના સહસ્થાપક રાધા વેમ્બુ સૌથી અમીર છે. સન ટીવીના કલાનિધિ મારન ત્રીજા સ્થાને છે. કેરળમાં 360500 કરોડની સંપતિ સાથે અમીરોની સંખ્યા 31ની છે. સૌથી અમીર લુલુ ગ્રુપના યુસુફઅલી છે તેમના જમાઈ બીજા નંબરના અમીર છે.