ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી લોકો અવગત થાય તે માટે ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલનો આજે પ્રારંભ કરાયો છે. જાણો આ યુટ્યુબ ચેનલને શું નામ અપાયું છે
ગુજરાત સરકાર ટેક્નોલોજીથી સજ્જ થઈ રહી છે. આજે ગુજરાત વિધાનસભાની YouTube ચેનલનો CM ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે પ્રારંભ કરાયો છે. યુટ્યુબ ચેનલ થકી વિધાનસભાની કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. આ યુટ્યુબ ચેનલમાં વિધાનસભા સંકુલમાં થતા કાર્યક્રમની વીડિયો ક્લીપ મૂકવામાં આવશે.
- Advertisement -
गुजरात विधानसभा अध्यक्ष @ChaudhryShankar की पहल,
सदन की कारवाही अब सोशल मीडिया प्लेटफ़ार्म पर उपलब्ध,
अध्यक्ष शंकर चौधरी और मुख्यमंत्री @Bhupendrapbjp ढ्वारा यूट्यूब चैनल का शुभारंभ.
- Advertisement -
नेताओ के अपने चुनावी क्षेत्र की बातें जो सदन में रखेंगे उसे सोशल https://t.co/VOgRsUSRGu… pic.twitter.com/IkDA1nO6WU
— Janak Dave (@dave_janak) March 29, 2023
વિધાનસભાના કાર્યક્રમની વીડિયો ક્લીપ મુકાશે
નેતાઓ તેમના મતવિસ્તારની જે વાતો ગૃહમાં મુકશે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકાશે. યુટ્યુબ ચેનલનાં માધ્યમથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે. વિધાનસભાના કાર્યક્રમની વીડિયો ક્લીપ પણ ‘ગુજરાત વિધાનસભા’ ચેનલ પર મુકાશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે.
યુટ્યુબ ચેનલનાં માધ્યમથી સંસદીય કાર્યપ્રણાલી પ્રજા સુધી પહોંચશે
વિધાનસભા ગૃહમાં થયેલી દરેક કામગીરી આ ચેનલ પર વીડિયો ફોર્મેટમાં રેકોર્ડ થયેલી જોવા મળશે. જોકે, ગુજરાત વિધાનસભા ચેનલ પર લાઈવ ફીડ રહેશે કે રેકોર્ડેડ ફોર્મેટ રહેશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
ચેનલની લિંકઃ https://www.youtube.com/channel/UC7dYsKJCzVvzExj6jThVp6A