ગુજરાત વિધાનસભા હવે ડિજિટલ હાઉસ બની ગઈ છે, ભારતને પ્રથમ ઇ-વિધાનસભા મળી છે. ગુજરાત ઇ વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ થયુ છે. એટલે કે ગુજરાત વિધાનસભા ડિજિટલ બની છે. આ પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિનું સ્વાગત-અભિવાદન કર્યું હતું. હવે ગુજરાત વિધાનસભાનું કામ પેપરલેસ બનશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો અને સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શિક્ષણવિદો, સામાજિક અગ્રણીઓ અને અર્થશાસ્ત્રીઓ પણ હાજર રહ્યા હતા.ગુજરાતની વિધાનસભા આજથી પેપરલેસ બની છે.
Chief Minister of Gujarat Shri Bhupendra Patel received President Droupadi Murmu on her arrival at Ahmedabad. pic.twitter.com/OOaVJhCobf
- Advertisement -
— President of India (@rashtrapatibhvn) September 12, 2023
PM મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપ્નને સાકાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છ. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઈ-વિધાનસભાનું લૉન્ચિંગ થયું. જે બાદ રાષ્ટ્રપતિએ ધારાસભ્યોને સંબોધન પણ કર્યુ. તેમણે જણાવ્યુ કે ગુજરાતની પાવનભૂમિ પર આવવુ એ મારા માટે સુખદ અનુભવ છે. તેમણે CM ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદ પર 2 વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છા પાઠવી.
- Advertisement -
તેમણે જણાવ્યુ કે ગુજરાતે હંમેશા ભારતના ભવિષ્ય સાથે ગુજરાતનું ભવિષ્ય જોયુ છે. ગુજરાત વિધાનસભાએ અનેક ઉતાર ચઢાવ જોયા. તેમણે જણાવ્યુ કે ગુજરાત વિધાનસભા દ્વારા અનેક સરાહનીય કામ કરવામાં આવ્યા છે.તેમણે ગુજરાત વિધાનસભામાંથી પાસ થયેલા કેટલાક મહત્વના વિધેયકની વાત કરી. તેમણે કહ્યુ કે એપ્લીકેશન દ્વારા પ્રજા વિધાનસભાના કામને જોઇ શકશે. ઇ-વિધાનસભા ગૃહના કામમાં પારદર્શીતા લાવશે. તેમણે ગુજરાતના સપૂતો વિક્રમભાઇ દેસાઇ, મોરારજી દેસાઇ, નરેન્દ્ર મોદી સહિતનાને યાદ કર્યા અને ગુજરાત અને દેશના વિકાસમાં તેમનો ફાળો જણાવ્યો.
તેમણે જણાવ્યુ કે કોઇપણ રાજ્યના વિકાસમાં માનવ સંસાધનો મહત્વના છે. આરોગ્ય, વીજળી અને પાણી પૂરું પાડવું ખૂબ જ જરુરી હોય છે. ગુજરાત સરકારે તે પુરા પાડ્યા હોવાનું જણાવ્યુ. તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય સેવાઓ પ્રજાને પુરી પડાતી હોવાનું જણાવ્યુ હતુ.
ઇ વિધાનસભા લોન્ચિંગ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે જણાવ્યુ હતુ કે ઇ વિધાનસભાના કારણે વિધાનસભા ગૃહના કાર્યમાં ગતિ આવશે. તેમણે જણાવ્યુ કે આજનો દિવસ આપણા સૌ માટે ખાસ છે. કારણકે આજથી ગુજરાત વિધાનસભા સૂંપૂર્ણ પેપરલેસ બનશે.