- વડાપ્રધાન મોદીની દીર્ધદ્રષ્ટિથી વિશ્વભરમાં ગુજરાતનો ડંકો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદમાં આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ-‘એક્સપોર્ટ એક્સેલરેટ’ને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ કોન્ફરન્સ રાઈટ જોબ એટ ટાઈમ છે. ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે 10મી વાઇબ્રન્ટ સમિટ આગામી 10થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન યોજવા જઈ રહી છે ત્યારે એક્સપોર્ટને એક્સલરેટ કરવા માટેની આ પ્રિ-વાઈબ્રન્ટ કોન્ફરન્સ એક મહત્ત્વની કડી સાબિત થશે. આ વખતની વાઇબ્રન્ટ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ઉપયોગી બની રહેશે. વડાપ્રધાનના વિકસિત ભારત2047ના સંકલ્પને પાર પાડવામાં વિકાસ ક્રાંતિની સાથે નિકાસ ક્રાંતિ પણ નિર્ણાયક બની રહેશે.
અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વોકલ ફોર લોકલની વાત કરતા કહ્યું કે, આજે ભારત દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વમાં અનેક ક્ષેત્રે આત્મનિર્ભર બની ગયો છે. એક સમયે ખૂબ આયાત કરનાર ભારત દેશ આજે અનેક વસ્તુઓ, ઉત્પાદનો અને સેવાઓ એક્સપોર્ટ કરતો દેશ બની ગયો છે. આજે ગુજરાત રાજ્ય કાચા માલને બદલે ફાયનલ પ્રોડક્ટ જ એક્સપોર્ટ કરી રહ્યું છે. આ સાથે વડાપ્રધાને દેશને ‘વોકલ ફોર લોકલ’નું સૂત્ર આપ્યું છે અને હવે ‘લોકલ ગોઝ ગ્લોબલ’નો નવો રાહ ચીંધ્યો છે.
- Advertisement -
ડિજિટલ ટેકનોલોજી અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ દુનિયાના કોઇ પણ છેડે પોતાની પ્રોડક્ટ વેચી શકે છે. ડિજિટલ ટ્રેડના કારણે એક્સપોર્ટ હવે વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બન્યું છે. આ સાથે ડિજિટલ ટેકનોલોજીએ એક્સપોર્ટ સેક્ટરની નવી દિશાઓ ખોલી આપી છે.
વર્તમાન સમયમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ દુનિયાના કોઇ પણ છેડે પોતાની પ્રોડક્ટ વેચી શકે છે. ડિજિટલ ટ્રેડના કારણે એક્સપોર્ટ હવે વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બન્યું છે. આ સાથે ડિજિટલ ટેકનોલોજીએ એક્સપોર્ટ સેક્ટરની નવી દિશાઓ ખોલી આપી છે.
રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ ગવર્નન્સ… pic.twitter.com/UkNjE9kmTV
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 5, 2023
એમ.એસ.એમ.ઈ. એકમો પોતાની પ્રોડક્ટની નિકાસ કરી શકે તે માટે રાજ્ય સરકારે માર્કેટ ડેવલપમેન્ટ સહાય યોજના અંતર્ગત રૂપિયા 43 કરોડની સહાય કરી છે. રાજયમાં બે દાયકામાં એમ.એસ.એમ.ઈ.ની સંખ્યા પોણા 3 લાખથી વધીને 8 લાખ 66 હજારે પહોંચી ગઈ છે.
રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી અભિગમ તેમજ મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીમલેસ કનેક્ટિવિટી, ઇઝ ઓફ લોજિસ્ટિક્સ અને એકસપોર્ટ ઇકોસિસ્ટમને કારણે ગુજરાત ભારતનું એક્સપોર્ટ હબ બનવા અગ્રેસર છે. વર્ષ 2002માં આપણા પોર્ટ્સ પરથી 1200 લાખ મેટ્રિક ટન કાર્ગો વહન થતું તે આજે 5400 લાખ મેટ્રિક ટન થઈ ગયું છે.
તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. હવે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું ભારતનું લક્ષ્ય છે. આ સાથે ભારતને પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનો પણ વડાપ્રધાને લક્ષ્ય નિર્ધાર કર્યો છે જેને સાકાર કરવામાં ગુજરાત વાઈબ્રન્ટ સમિટ પણ મહત્ત્વપૂર્ણ કડી સાબિત થશે.
જાન્યુઆરી-2024 માં 'ગેટ વે ટુ ધ ફ્યુચર'ની થીમ સાથે 10મી વાઇબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે, ત્યારે ગુજરાતમાં એક્સ્પોર્ટને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે આ સમિટના પૂર્વાર્ધરૂપે આજે અમદાવાદ ખાતે ExportEXCELerate કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની… pic.twitter.com/yibT2JtJ6H
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 5, 2023
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આજથી 20 વર્ષ પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિને કારણે આજે ગુજરાત દેશનું એક્સપોર્ટ હબ બન્યું છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી સમયમાં ગુજરાત વિશ્વ સ્તરે એક્સપોર્ટ હબ બનશે.
બે દાયકામાં ગુજરાતની નિકાસ 24 ગણી વધી છે. જેના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇનું માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નિર્ણાયકતા છે. તેમણે ઉમેર્યુ કે, 48 બંદરો, એર કાર્ગો ચેઇન, ધોલેરા અને ગિફ્ટ સિટી જેવા પ્રકલ્પો અને માળખાકીય સુવિધાઓને કારણે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 33% થયો છે.
પ્રિ-વાયબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, રસના ઇન્ટરનેશનલના ગ્રૂપ ચેરમેન પીરુઝ ખંભાતા, હિતાચી હાઇરેલ પાવરના મેનેજિંગ ડિરેકટર દર્શનભાઈ શાહ સહિતના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રાજકીય નેતાઓ હાજર હતા.