પોલીસ કેસમાં ફીટ કરી દેવાની શિક્ષકે ધમકી આપતા વિદ્યાર્થીએ સ્યુસાઈડ નોટ તથા વિડીયો બનાવી આપઘાત કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મોટાવડા ગામની માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાં ધોરણ 11ના વિદ્યાર્થીએ ઘરેથી પેપર લખી લાવી પોતાની રીતે માર્કસ મૂકી દઈ થપામાં પેપર મૂકી દીધામાં પકડાઈ જતાં વિદ્યાર્થીને તે જ પેપર ફરીથી સ્કૂલે લખાવતા તે મુજબ પેપર ન લખી શકતાં તેના વાલીને જાણ કરી દેવામાં આવશે તેવા ડરથી પોતાને પોલીસ કેસમાં ફીટ કરી દેશે તે પ્રકાર સ્યુસાઈડ નોટ તથા વિડીયો બનાવી આપઘાત કરી લેતાં પૂરા સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર સ્યુસાઈડના કિસ્સામાં હંગામી જ્ઞાન સહાયક શિક્ષિકા વિભૂતિબેન જોષીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મોટાવડા ગામે આવેલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે ફરિયાદીના મરણ જનાર દીકરા ધ્રુવીલને તું પેપર ઘરેથી કેમ લખીને લાવ્યો, તેમ કહી તેના પેપરમાં ચોકડા મારી તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે તેવી ધમકી આપી મરવા માટે મજબૂર કરવા મરણ જનારે સ્યુસાઈડ નોટ લખી પોતાના મોબાઈલ ફોનમાં પોતાનો વિડીયો બનાવી પોતાના ઘરે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ જતાં 108 મારફતે સરકારી હોસ્પિટલ લોધિકા ખાતે લઈ જતાં ફરજ પરના ડોકટરે મરણ ગયેલો જાહેર કરતાં આરોપીઓએ મરણ જનારને મરવા માટે મજબૂર કરી એકબીજાને મદદગારી કરવા ગુજરનારના પિતા ફરિયાદીએ મેટોડા પોલીસ સ્ટેશનમાં સચીનભાઈ વ્યાસ (આચાર્ય), મોસમીબેન શાહ (ક્લાસ ટીચર), વિભૂતિબેન જોષી (શિક્ષિકા)નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલો હતો. ઉપરોક્ત ગુનાના કામે વિભૂતિબેન શૈલેષભાઈ જોષીએ તેઓની સંભવિત ધરપકડ સામે ગોંડલની સેશન્સ અદાલતમાં કરેલા આગોતરા જામીન અરજી નામંજૂર થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી નામંજૂર થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી, તેમાં જણાવવામાં આવેલું કે ગુજરનાર વિદ્યાર્થી ઉચ્ચત્તર માધ્યમિકનો હતો, જ્યારે અરજદાર માધ્યમિક શાળામાં હંગામી જ્ઞાન સહાયક હતા અને 20 દિવસ પહેલાં જ નોકરી જોઈન્ટ કરેલી હોય અરજદારનું લાસ્ટ સ્યુસાઈડ નોટમાં લખેલું નામ સિવાય અરજદાર સામે કોઈ જ પ્રકારનો આક્ષેપ નથી, કહેવાતો ગુનો કરવામાં ખરેખર ગુન્હાહિત કૃત્ય જોઈએ કે જે કૃત્ય મૃતકને એવી પરિસ્થિતિમાં લાવી મૂકે કે તેની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન રહે અને એ માટે આરોપીનો ઈરાદો મરવા મજબૂર કરવા માટે ખાસ હોવો જરૂરી છે. શિક્ષકનો ઉદ્દેશ હંમેશા વિદ્યાર્થીનો ઉજ્જવળ ભવિષ્ય અને ભાવિ કારકિર્દી ઘડવા માટેનો હોય છે અને વિદ્યાર્થીના ભલા માટે શિક્ષક દ્વારા વિદ્યાર્થી સુધારાત્મક કાર્યો કરવામાં અને વિદ્યાર્થી સ્યુસાઈડ કરે તો તે ઈ.પી.કો. કલમ 306ની વ્યાખ્યામાં સમાવિષ્ટ થતું ન હોય અને આવા આત્મહત્યાના કિસ્સામાં શિક્ષકને ગુનાહિત રીતે જવાબદાર ગણવા જોઈએ નહીં, શિક્ષકની કોઈપણ ક્રિયાઓ કે કાર્ય વિદ્યાર્થીઓને હેરાન કરવા, અપમાનિત કરવા કે ઉશ્કેરવા માટેનો ઈરાદો ક્યારેય હોતો નથી અને આવી હરેક ક્રિયાઓ અને ટિપ્પણીઓ વાસ્તવમાં વિદ્યાર્થીઓને સુધારવા માટે અને શિસ્ત આપવાનો હેતુ સમાયેલો હોય છે વિગેરે લંબાણપૂર્વકની રજૂઆતો સાથે નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર હાઈકોર્ટોના ચૂકાદાઓ રજૂ કરી અરજદારને જામીન પર મુક્ત કરવા લંભાણપૂર્વક દલીલો કરવામાં આવેલી હતી.
તમામ પક્ષોની રજૂઆતો, તપાસના કાગળો તથા રેકર્ડ પર રરજૂ દસ્તાવેજી પુરાવો લક્ષે લેતાં અરજદાર સ્કૂલમાં હંગામી જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા હતા જેમાં મૃતક અભ્યાસ કરતો હતો અને મૃતકે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ આચરવામાં આવેલી અને મૃતકને બોલાવી ગેરરીતિ અંગે ચેતવણી આપવામાં આવેલી અને આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપેલી ગુનાની પ્રકૃતિને ધ્યાનમાં લેતાં અને અરજદાર સામે કરવામાં આવેલા આક્ષેપો લક્ષે લેતાં તેમજ સર્વોચ્ચ અદાલતના ચૂકાદાઓ અનુસાર મુખ્યત્વે બે પરિબળો ધ્યાનમાં લેવાના જેમાં પ્રથમ દર્શનીય કેસ અને કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની આવશ્યકતા જે લક્ષે લેતાં અરજદારની તરફેણમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની અરજદારને આગોતરા જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં આરોપી વિભૂતિબેન જોષી વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, મેહુલભાઈ મહેતા, અજયસિંહ ચૌહાણ, સાવન પરમાર, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીત દુધાતરા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા હાઈકોર્ટમાં એડવોકેટ વિરાજ પોપટ રોકાયેલા હતા.



