શ્રમિકો માટે ખુશીના સમાચાર
10 ની બદલે માત્ર 5 રૂપિયામાં અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન આપવામાં આવશે
- Advertisement -
ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી
ખાસ ખબર સંવાદદાતા
ચુંટણી નજીક આવતાં ગુજરાત સરકાર એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. ગુજરાત સરકારે શ્રમિકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાને કારણે બંધ પડેલી આ યોજના ફરી એકવાર શરૂ કરવામાં આવશે.
- Advertisement -
આ યોજના હેઠળ શ્રમિકોને પહેલાં 10 રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં જ ભોજન આપશે. આ નિર્ણય અંગે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે. 5 રૂપિયામાં ભોજન માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 18 જુલાઈ, 2017ના રોજ બાંધકામ શ્રમિકો અને તેના પરિજનો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરના કડિયાનાકા પર કાઉન્ટર શરૂ કરીને શ્રમિકો-કામદારોને માત્ર 10 રૂપિયામાં ટિફિન ભરી આપવામાં આવતું હતું. જેમાં રોટલી કે થેપલાં, શાક, અથાણું કે ચટણી, લીલા મરચાં આપવામાં આવતા હતા.