ટેક્નોલોજીના આ યુગમાં દેશના વિદ્યાર્થીઓ પણ કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે તે માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
ત્યારે ભારતને ડિજિટલ બનાવવા અને શિક્ષણની દુનિયામાં ક્રાંતિ લાવવા માટે નમો ટેબ્લેટ યોજના પીએમ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછી કિંમત ચૂકવી ટેબ્લેટ મેળવી શકે છે.
આ ટેબ્લેટનો ઉપયોગ કરીને વિદ્યાર્થી ડિજિટલ યુગ તરફ આગળ વધશે અને શિક્ષણને ડિજિટલ રીતે આગળ લઈ જઇ શકાશે.
- Advertisement -
50 હજાર ટેબ્લેટ અપાશે
રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, 1 હજારમાં 11000 હજાર ટેબલેટ અપાશે અને 50 હજાર ટેબલેટનું ટૂંક સમયમાં વિતરણ કરાશે.
છેલ્લા બે વર્ષથી બંધ હતી યોજના
- Advertisement -
રાજ્ય સરકારે વર્ષ 2017માં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી યોજના હેઠળ ટેબલેટ આપવામાં આવ્યા હતા, પરંતુ ગયા વર્ષે કોરોના મહામારીને કારણે તેઓને યોજના હેઠળ ટેબલેટ મળી શક્યા ન હતા. ટેબલેટની નબળી ગુણવત્તા અને ચીન સાથેની સમસ્યાના કારણે ગુજરાત સરકારે ચીનમાંથી ટેબલેટ લેવાનું બંધ કર્યું હતું, જેથી છેલ્લા બે વર્ષથી આ સ્કીમ બંધ હતી. જોકે હવે તમામ સમસ્યા ઉકેલાઇ જતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ યોજના ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
કોને મળી શકે છે ટેબ્લેટ?
-અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
-અરજીકરનાર ગુજરાતનો નાગરિક હોવો જોઇએ.
-વિદ્યાર્થી ગરીબી રેખા નીચે આવતો હોવો જોઇએ.
-વિદ્યાર્થીઓએ આ નાણાકીય વર્ષમાં 12મું પૂર્ણ કર્યું હોવું જોઈએ અને કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ.
-કોઈપણ કોલેજમાં ગ્રેજ્યુએશન કોર્સ.
જરૂરી દસ્તાવેજો
આ યોજના માટે અરજી કરવા માટે ડોમિસાઇલ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, 12 પાસનું પ્રમાણપત્ર, અંડર-ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સમાં એડમિશન કન્ફર્મ કરવા માટેનું પ્રમાણપત્ર, ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્રની જરૂરીયાત પડશે.
યોજના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા
-નમો ટેબ્લેટ યોજનામાં નોંધણી કરાવવા તમારી સંબંધિત કોલેજની મુલાકાત લો. જ્યાંથી તમને પાત્ર ઉમેદવારોની યાદી મળી જશે.
-સત્તાવાળાઓ તેમના યુનિક સંસ્થા ID દ્વારા આ પોર્ટલ પર લૉગિન કરશે.
-સંસ્થાએ ‘Add New Student’ ટેબ પર જવું પડશે.
-તેઓ તેમાં તમારી વિગતો જેમ કે નામ, કેટેગરી, કોર્સ વગેરે આવશે. હવે તેઓ બોર્ડ અને તમારો સીટ નંબર દાખલ કરશે.
-ત્યારબાદ તેઓ સંસ્થાના હેડને પૈસા (રૂ.1000) જમા કરાવશે અને હેડ તમને પેમેન્ટ રીસીપ્ટ આપશે.
-વેબસાઇટ પર રસીદ નંબર અને તારીખ દાખલ કરવામાં આવશે.
-અને અંતે તમને ટેબ્લેટ આપવામાં આવશે.
આ સિવાય અન્ય કોઇ પ્રશ્નો કે સમસ્યા માટે તમે હેલ્પલાઈન નંબર 079-26566000 પર સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.
કઇ રીતે કરવી ઓનલાઇન અરજી
-સત્તાવાર સાઇટ https://www.digitalgujarat.gov.in ઓપન કરો.
-લોગીન પર ક્લિક કરી, શાળા લૉગિન/ ઇન્સ્ટિટ્યૂટ લૉગિન પર ક્લિક કરો.
-યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરો.
જો તમને આઈડી અને પાસવર્ડ ન મળ્યો હોય, તો હેલ્પલાઈનનો સંપર્ક કરો: 079-266566000
-વિદ્યાર્થી નોંધણી માટે વર્ષ પસંદ કરો.
-સફળ લોગિન પછી>ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યૂશન પર જાઓ>ટેબ્લેટ સ્ટૂડેન્ટ્સ એન્ટ્રી
-એડ ન્યૂ સ્ટૂડેન્ટ પર ક્લિક કરો.
-નવા વિદ્યાર્થીને ઉમેરવા માટે વિદ્યાર્થીની તમામ વિગતો કાળજીપૂર્વક દાખલ કરો અને રેકોર્ડ સેવ કરો.
-તમામ વિદ્યાર્થીઓની અરજી યોગ્ય રીતે સેવ કર્યા બાદ, સબમિટ એપ્લિકેશન ઓફ ઓલ રેકોર્ડ ફ્રોમ ડેશબોર્ડ પર ક્લિક કરો.
-ટેબલ ડિલિવરી સમયે, ડિલિવરી ટેબ્લેટ પર જાઓ.
-ટેબ્લેટ મોડેલ અને સીરીયલ નંબરની વિગતો દાખલ કરો તેને સેવ કરો.
ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રીમાં ભૂલો દૂર કરવા માટે, કોલેજ/સંસ્થા/યુનિવર્સિટી ટેબ્લેટ સીરીયલ નંબર એન્ટ્રી માટે બારકોડ રીડર ડિવાઇસનો ઉપયોગ કરી શકે છે.
-ટેબલ મોડલ અને સીરીયલ નંબરની વિગતોની એન્ટ્રી પછી ડેશબોર્ડ પર જાઓ અને ડિલિવર ટેબ્લેટ સબમિટ ધ કમ્પ્લિટેડ ધ ટેબ્લેટ એપ્લિકેશન પર ક્લિક કરો.