ગાર્ડનરે ફિફ્ટી ફટકારી; પ્રિયા મિશ્રાએ 3 વિકેટ લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો. રવિવારે ટીમે યુપી વોરિયર્સને 6 વિકેટથી હરાવી. ગુજરાતે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. યુપીનો સ્કોર 9 વિકેટ ગુમાવ્યા બાદ 143 રન હતો. ગુજરાતે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું.
ગુજરાત તરફથી પ્રિયા મિશ્રાએ 3 વિકેટ લીધી. ડિઆન્ડ્રા ડોટિન અને એશ્લે ગાર્ડનરે 2-2 વિકેટ લીધી. કેપ્ટન ગાર્ડનરે બેટિંગમાં અડધી સદી ફટકારી. ડોટિન 33 અને હરલીન દેઓલ 34 રન બનાવી અણનમ રહ્યા. યુપી તરફથી સોફી એક્લેસ્ટોને 2 વિકેટ લીધી.
ગુજરાતે પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગઈ હતી. જ્યારે યુપી વોરિયર્સ પહેલી જ મેચમાં હારી ગઈ હતી. રવિવારના પરિણામ પછી, ગુજરાત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું. જ્યારે યુપી છેલ્લા સ્થાને છે.
એશ્લે ગાર્ડનરની વિકેટ પછી, હાર્લીન દેઓલ અને ડિઆન્ડ્રા ડોટિને ગુજરાતની કમાન સંભાળી. બંનેએ 37 બોલમાં 58 રનની ભાગીદારી કરી અને 18મી ઓવરમાં ટીમને જીત અપાવી. ડોટિને 33 અને હર્લીને 34 રન બનાવ્યા. 20મી ઓવરમાં યુપી વોરિયર્સે 3 ચોગ્ગા ફટકારીને 16 રન બનાવ્યા. આ સ્કોરની મદદથી ટીમે 9 વિકેટ ગુમાવ્યા બાદ 143 રન બનાવ્યા. અલાના કિંગે 19 રન બનાવ્યા, જ્યારે સાયમા ઠાકોર 15 રન બનાવીને છેલ્લા બોલ પર આઉટ થઈ ગઈ.