લાઇન ફિશિંગ અને લાઈટ ફિશિંગ સહિત ગેરકાયદે માછીમારી અંગે ચર્ચા
5000થી વધુ ટ્રોલર માટે સબસિડીવાળા ડીઝલ ક્વોટાને મંજૂરી બદલ આભાર વ્યક્ત કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા તેમની ટીમ
ગુજરાતના માનનીય મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવભાઈ પટેલ સાથે ફળદાયી બેઠક થઈ અને રાજ્યના બાકી રેહતા 5000+ ટ્રોલર માટે સબસિડીવાળા ડીઝલ ક્વોટાને મંજૂરી આપવા બદલ ગુજરાતના માછીમારો વતી હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બેઠક દરમિયાન, લાઇન ફિશિંગ અને લાઈટ ફિશિંગ સહિત ગેરકાયદેસર માછીમારી પ્રથાઓ જેવા તાત્કાલિક મુદ્દાઓ પર પણ વિગતવાર ચર્ચા થઈ હતી . જે પરંપરાગત માછીમારોમાં ભારે ચિંતાનું કારણ બની રહી છે. મહારાષ્ટ્રના માછીમારોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અને બંને રાજ્યો દ્વારા વહેંચાયેલી પર્યાવરણીય અને ટકાઉપણાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમે સાથે મળીને માછીમારી પર પ્રતિબંધનો સમયગાળો લંબાવવાની માંગણી ભારપૂર્વક ઉઠાવી. હજારો માછીમારોની આજીવિકાને અસર કરતા આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઝડપી કાર્યવાહીની આશા વ્યક્ત કરાઈ.
આ બેઠકમાં બારગામ ખારવા સમાજ પ્રમુખ પવનભાઈ શિયાળ , અખિલ ગુજરાત માછીમાર મહામંડળ પ્રમુખ કિશોરભાઈ કુહાડા, ગુજરાત માછી મહામંડળ ના પ્રમુખ વાસુભાઈ ટંડેલ,પોરબંદર બોટ એસોસિએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, જાફરાબાદ ના માછીમાર આગેવાન કનયાલાલા સોલંકી, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વી ફોફંડીઅને ગુજરાત ભરના માછીમાર આગેવાનો હાજર રહ્યા હતા.