– ખાતર-જંતુનાશક દવાનો ઊંચો ભાવ મુખ્ય કારણ
ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56 હજારનું દેવું છે. ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યોમાં ખેડૂતોની માથે ઓછું દેવું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
- Advertisement -
ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ ઘડી છે. આમ છતાંય હજુ ખેડૂતોની આર્થિક સ્થિતીમાં સુધારો થયો નથી. ગુજરાતના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56 હજારનું દેવું છે. ગુજરાતની સરખામણીમાં અન્ય રાજ્યોમાં ખેડૂતોનું દેવુ ઓછું છે. કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.
જંતુનાશક દવા અને ખાતરનો ભાવ વધારો દેવાનું મુખ્ય કારણ
રિપોર્ટ મુજબ, બિહાર, પશ્વિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરાખંડના ખેડૂતોના માથે ઓછું દેવું છે. બિયારણ, જંતુનાશક દવા અને ખાતરનો ભાવ વધારો દેવાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત ખેત શ્રમિકોની દાડી મોંઘી થવી પણ દેવું વધવાનું કારણ છે. ખેડૂતોના પાક ઉત્પાદનના ભાવ વધ્યા નથી સામે ખેતીખર્ચ વધી રહ્યો છે.
ખેડૂતો બેંકોમાંથી લોન લેવા મજબૂર
રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે. આ યોજનાઓથી ગુજરાતના ખેડૂતોની આવક વધી હોવાનો સરકાર દાવો કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ખેડૂતોની આવક બમણી થશે તેવી વાતો ગુલબાંગો સાબિત થઈ છે અને બેંકોમાં ખેડૂતો લોન લેવા મજબૂર બન્યા છે. હવે ખેડૂતો માટે ખેતી કરવી ય મોંઘી પડી રહી છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56 હજારનું દેવું છે.
- Advertisement -
વર્ષ 2021-22માં 96,963 કરોડ રૂપિયાની લોન
લોકસભામાં કૃષિ વિભાગ દ્વારા રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતમાં ખેડૂતોએ રૂપિયા 96, 963 કરોડની લોન લીધી છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે પણ વિષમ આબોહવાને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો સમસ્યા ભોગવી રહ્યાં છે.