ગુજરાતના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી જવા રવાના થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાત ભાજપની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાજર રહેશે.
- Advertisement -
દિલ્હીમાં યોજાશે મહત્વની બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દિલ્હીમાં મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. ચૂંટણીની તારીખ જાહેર થયા તે પહેલા દિલ્હીમાં મહત્વની બેઠક યોજાશે. આ બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી જવા રવાના થશે.
બેઠકમાં ગુજરાતના મુદ્દે મંથન થશે
વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે, ત્યારે આજે ચૂંટણી પંચ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોનું એલાન કરી શકે છે. એવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આજે યોજાઈ રહેલી પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં ગુજરાતના મુદ્દે મંથન થશે.