બે વર્ષમાં વસ્તી 200% વધી, ડોલ્ફિની સંખ્યા 678 થઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતનો દરિયા કિનારો ખૂબ મોટો છે અને ખૂબ વિસ્તરેલા આ દરિયા કિનારો હવે હમ્પબેક ડોલ્ફિનનુ ઘર પણ છે. તાજેતરમાં હમ્પબેક ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી .તેમાં જાણવા મળ્યું કે વર્ષ 2022 માં તેની સંખ્યા 221 હતી અને આ વર્ષે તે 678 થઈ છે જે 200 ટકાથી પણ વધારે છે.
ગુજરાતનો દરિયાકિનારો હવે 678 હમ્પબેક ડોલ્ફિનનુ ઘર છે. ગુજરાતના પ્રવાસન માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આ માટે એક એમઓયુ પણ સાઈન કરવામાં આવ્યું છે.
ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર દ્વારા હિંદ મહાસાગરના હમ્પબેક ડોલ્ફિનને લુપ્ત થતી પ્રજાતિઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હોવાથી ડોલ્ફિનનુ સંરક્ષણ પર કામ કરી રહેલા કેટોલોજિસ્ટ્સ માટે પણ આ સારા સમાચાર છે. તેઓ જે જોખમોનો સામનો કરે છે તેમાં રહેઠાણની ખોટ, જળ પ્રદૂષણ, દરિયાકાંઠાનો વિકાસ, વધુ પડતી માછીમારી અને દરિયાઈ ટ્રાફિકમાં વધારો છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી નવલખી બંદર પાસે બે અને ખંભાતના અખાતમાં 10 ડોલ્ફિન મળી આવી હતી. સરક્રીકથી કંડલાને જોડતા દરિયાકાંઠે 170 થી વધુ ડોલ્ફિન જોવા મળી હતી.
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડોલ્ફિન ઘણીવાર ભારત-પાકિસ્તાન સરહદે પડલા ક્રીક નજીક માછીમારોની બોટમાંથી નીકળતા તરંગો ડોલ્ફિનને જહાજ તરફ આકર્ષે છે, કારણ કે ડોલ્ફિનનો મુખ્યત્વે તરંગોથી એકબીજા સાથે વાતચીત કરે છે આ ઉપરાંત માછીમારીઓ ડોલ્ફિનને માછલીઓ ખવડાવે છે. તેથી ડોલ્ફિન માછીમારી જહાજો તરફ વધુ આકષિર્ત થાય છે.
- Advertisement -
વન વિભાગ દ્વારા 3500 ચોરસ કિમીમાં ફેલાયેલા સર્વેક્ષણ વિસ્તારમાં જાગરૂકતા અભિયાન શરૂ કરી રહ્યું છે, જેમાં લોકોને ડોલ્ફિનને બચાવવાના મહત્વ વિશે શીખવવામાં આવે છે.વન વિભાગે ટાસ્ક ફોર્સની રચના કરવાની દરખાસ્ત પણ કરી છે. તેથી ટાસ્ક ફોર્સ ડોલ્ફિનની સલામતીની ખાતરી કરી શકે.
ડોલ્ફિનની વસ્તી ગણતરી કરતા, મુખ્ય વન સંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વન વિભાગે પહેલાથી જ રાજ્યને પ્રવાસન માટે શું કરવું અને શું કરવું નહીં તેની સૂચિ મોકલી દીધી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યમાં ડોલ્ફિન ટુરિઝમ માટે વાઇલ્ડ લાઇફ બોર્ડને મંજૂરી પણ આપવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે ડોલ્ફિનની વસ્તીને ખલેલ ન પહોંચે અને તેમના નિવાસસ્થાન સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે કોસ્ટ ગાર્ડ સાથે ગાઢ સંકલન કરીને પ્રવાસન પ્રવૃત્તિ હાથ ધરવી જરૂરી છે. સંશોધન અધ્યક્ષ યશપાલ આનંદે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરના હમ્પબેક ડોલ્ફિનને નિવાસી પ્રજાતિ તરીકે ગણવામાં આવે છે કારણ કે તેઓ શિયાળામાં ગુજરાતના કિનારાની વધુ નજીક જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠે પ્રજનન કરે છે. તાજેતરમાં, એક ડોલ્ફિન તેના મૃત બચ્ચા સાથે ત્રણ દિવસ સુધી દરિયાકિનારે ફરતી હોવાનું રેકોર્ડ કરવામાં આવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રએ પ્રોજેક્ટ ટાઈગરની સાથે પ્રોજેક્ટ ડોલ્ફિન પણ શરૂ કર્યો છે. તે ડોલ્ફિનના સંરક્ષણ માટે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.