– તિહાડ જેલમાંથી લાવતી પોલીસ
કચ્છ-નલિયામાં 194 કરોડના ડ્રગ્સની હેરાફેરી પ્રકરણમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ જેલમાંથી લાવીને ગુજરાત એટીએસએ પુછપરછ કરી હતી. જેલની અંદર પાકિસ્તાનના નાગરિક અને વિદેશના અન્ય નાગરિકો સાથેનું તેનું કનેકશન પણ એટીએસની તપાસમાં સામે આવ્યું હતું. હવે આ કેસમાં ફરીથી ગુજરાત એટીએસ તિહાડ જેલમાંથી તેને ગુજરાત લાવી છે અને નલિયા કોર્ટમાં રજૂ કરતા ગેંગસ્ટરના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
- Advertisement -
લોરેન્સ બિશ્નોઈ ગેંગસ્ટર અને અન્ય રાજયોમાં દારૂ ડ્રગ્સની સર્કિટમાં સામેલ હોવાનું અનેક વખત સામે આવ્યું હતું. ત્યારે ગુજરાત પોલીસે નલિયામાં પકડાયેલા 194 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં લોરેન્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને પુછપરછ કરી હતી.
આ પુછપરછ બાદ હવે તેની સામે યુએપીએ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે જે અંગે હવે તેને કોર્ટમાં રજૂ કરવો જરૂરી હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમ ફરી લોરેન્સને લઈને ગુજરાત આવી છે.
ગુજરાત એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર નિયમ પ્રમાણે તેને કોર્ટમાં રજુ કરવો જરૂરી હોવાથી આ એક નિયત પ્રક્રિયા છે. લોરેન્સને આ કેસમાં ત્રીજી વખત નલિયા કોર્ટમાં લવાયો હતો. આ અગાઉ 25 એપ્રિલ અને 9 મે ના રોજ રજૂ કરાયો હતો. ગત 14 સપ્ટેમ્બર 2022ના એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ સમીપના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 194 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈનને ઝડપી લીધું હતું.
- Advertisement -
આ કેસમાં લોરેન્સ બિશ્નોઈના કહેવાથી માલ મંગાવાયો હોવાનું સામે આવતા તેનો કબજો મેળવી 25 એપ્રિલના નલિયા કોર્ટમાં રજૂ કરતા 15 દિવસના રિમાન્ડ મળ્યા હતા. જેમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને અમદાવાદ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. જયાંથી તેને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો હતો.