ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેના 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટેના 833 ઉમેદવારો મળીને કુલ 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો. ત્યારે ગુજરાતની ગાદી પર કોણ રાજ કરશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે.
દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક, ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ સોલંકી અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત.
- Advertisement -
દસક્રોઈ બેઠક પરથી ભાજપના બાબુ જમનાદાસ પટેલની જીત તો પારડી બેઠક પરથી ભાજપના કનુ દેસાઈની જીત. ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત. તો જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયાની જીત.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલની જીત તો અસારવા બેઠક પરથી ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત તો નારણપુરામાં ભાજપના જીતેન્દ્ર પટેલ, વેજલપુરમાં ભાજપના અમિત ઠાકર, સાબરમતીમાં હર્ષદ પટેલ અને નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માની જીત.
સુરતની મજુરા બેઠક પરથી હર્ષ સંઘવીની જીત. ખંભાળિયા બેઠક પર AAPના ઉમેદવાર 6041 મતોથી આગળ.
- Advertisement -
ધોરાજી બેઠક પરથી ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત.
રાજકોટ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહની જીત, જેતપુર કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરિયાએ હાર સ્વીકારી.
વિરમગામ બેઠક પર સાતમા રાઉન્ડમાં ભાજપ આગળ, દરિયાપુર બેઠક પર ભાજપ આગળ, કુતિયાણા બેઠક પર ભાજપના ઢેલીબેન આગળ.
સત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત, ભાજપ 151 તો કોંગ્રેસ 18, આપ 7 અને અન્ય 6 સીટ પર આગળ.
વલણમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ, શરૂઆતી વલણમાં ભાજપ 151 બેઠક પર આગળ, કોંગ્રેસ 20, AAP 7, અન્ય 4 બેઠકો પર આગળ.
ભૂપેન્દ્ર-નરેન્દ્રની જોડી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં!
તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે કે જેને આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો સુરજ સોળે કળાએ ખીલવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું હતું. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.
ચોથા રાઉન્ડના અંતે ખંભાળિયા બેઠક પરથી ઈસુદાન ગઢવી 3823 મતથી આગળ, ગોંડલ બેઠક પર ભાજપના ગીતાબા જાડેજા આગળ. કુતિયાણા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા આગળ, ડેડિયાપાડામાં AAPના ચૈતર વસાવા આગળ.
ચૂંટણી પરિણામ હજુ તો ફાઇનલ થાય એ પહેલાં જ ધોરાજી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી. મતદાન મથકેથી લલિત વસોયા રવાના થયા.
અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપને જંગી લીડઃ એલિસબ્રિજ બેઠક પર ભાજપના ઉમેદવાર 21 હજાર 968 મતથી આગળ, ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલ 19 હજાર 873 મતથી આગળ, સાબરમતીમાં ભાજપના હર્ષદ પટેલ 17 હજાર 552 મતથી આગળ, વેજલપુર અમિત ઠાકર 23 હજાર 346 મતથી આગળ અને વટવા બેઠક પર બાબુસિંહ જાદવ 7 હજાર 446 મતોથી આગળ.
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા અનુસાર ભાજપ 137 પર આગળ, કોંગ્રેસ 22 અને AAP 8 બેઠકો પર મેળવી રહી છે લીડ.