ખાસ એકસપર્ટ કમિટીની રચના: આચાર્ય વગરની ટેક્નિકલ કોલેજોને ફટકારાશે દંડ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જીનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણીક કાર્ય સુધરે તે માટે જીટીયુ એક્શનમાં આવી છે. જીટીયુ શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે. દરેક કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ફરજીયાત હાજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઈન્સ્પેકશન માટે જીટીયુ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. એન્જીનીયરીંગ કોલેજોની સુવિધાઓ એક્સપર્ટ કમિટી તપાસ કરશે. આચાર્ય નહીં હોય તેવી કોલેજોને દંડ ફટકારવામાં આવશે.યોગ્ય સુવિધા ન ધરાવતી કોલેજો સામે એફિલેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે જીટીયુના વાઇસ ચાન્સેલર પ્રો. નવીન શેઠએ જણાવ્યું કે જીટીયુ રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવરસિટી છે. દર વર્ષે કોલેજો પાસે સેલ્ફ ડિક્લોઝન એટલે કે કોલેજો પોતે જ બધી વિગતો ભરીને આપે છે. પછી અમે તે કોલેજનું ઈન્સ્પેકશન કરતા હોઈએ છીએ. છેલ્લા બે વર્ષથી જ્યાં ઈન્સ્પેકશન થયા નથી જે કોલેજ એકરીડીયેટેડ
નથી ત્યાં સૌથી પહેલા ઈન્સ્પેકશન કરવામાં આવશે
અત્યારે 427માંથી 250 જેટલી કોલેજોનું ઈન્સ્પેકશન થશે. સેલ્ફ ડિસ્ક્લોઝરમાં જે લખ્યું છે તેનું અમારી ટીમ ત્યાં જઈ વેરીફાય કરશે. સિનિયર અધ્યાપકો આ વેરિફિકેશન માટે જશે. ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર થશે કે અમારી ડીન કમિટી સમક્ષ મુકવામાં આવશે. રિપોર્ટ અનુસાર જે કઈ ડીન કમીટી સુચવશે તેં અનુસાર અમે પગલાં લઈશું. અમે સૂચના આપી છે કે ઇન્સ્પેકશનના દિવસે તમામ અધ્યાકોને હાજર રહેવા આદેશ કર્યો છે. હાજરી સહિતના ડોક્યુમેન્ટની પૂર્ણ ચકાસણી કરવાં આવશે. તમામ મુદ્દે ચકાસણી કરશે અને ખાસ કરીને જ્યાં આચાર્ય નહીં હોય તેની સામે અમે કડક પગલાં ભરીશું.