ક્ષ રાજકોટની પ્રિવેન્ટિવ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી
મોરબી જિલ્લો સિરામિક ઉત્પાદનો માટે દેશભરમાં પ્રખ્યાત છે અને દેશની 70 ટકા સિરામિક જરૂૂરિયાતો અહીંના ઉદ્યોગકારો પૂરી કરી રહ્યા હોય ત્યારે જીએસટી, કસ્ટમ્સ વગેરે વિભાગોની નજર અહીં હોય એ સ્વાભાવિક છે ત્યારે ફરી એક વાર રાજકોટ જીએસટીની ટીમ મોરબી જિલ્લામાં ત્રાટકી હતી અને શંકાસ્પદ જણાતાં સાત ટ્રક ડિટેઇન કરી તપાસ સહિતની કાર્યવાહી આરંભી છે. આ ચેકિંગ હજુ આગળ ધપશે તેવી આધારભુત સુત્રોની માહિતી પરથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોરબી જિલ્લામાં અવારનવાર સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીની ટીમ દ્વારા કરચોરીની આશંકાએ ઓચિંતું ચેકીંગ કરવામાં આવતું હોય છે જેમાં અનેક વાર નાની મોટી કરચોરી સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર રાજકોટ જીએસટી વિભાગની પ્રિવેન્ટિવ ટીમ દ્વારા મોરબીમાં સોમવારે મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન અલગ અલગ કંપનીના સાત ટ્રકના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા આ ટ્રક શંકાસ્પદ જણાયા હતા. જે બાદ જીએસટી વિભાગની ટીમે સાતેય ટ્રક ડીટેઇન કરીને વધુ તપાસ અર્થે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે લીધે જવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના ઓચિંતા ચેકીંગથી કરચોરી કરતા સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આગામી દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા વધુ કરચોરી પકડવામાં આવે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લામાં GST ટીમનું ચેકિંગ, શંકાસ્પદ સાત ટ્રક ડિટેઇન
