-જીએકોડથી બોગસ એડ્રેસ ઝડપી લેવાશે: કાનુની જોગવાઈ પર કાલે નિર્ણય
દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ લાગુ કરાયાના 6 વર્ષ પછી હવે આ કર વ્યવસ્થા અને તેની સાથે જોડાયેલા નિયમો- કાનૂનને અત્યંત કડક બનાવવા તથા બોગસ બિલીંગ- બોગસ પેઢીઓ તથા જે રીતે ગેરરીતિની ‘ઈનપુટટેક્ષ ક્રેડીટ’ મેળવાઈ રહી છે તેની સામે હવે સમગ્ર જીએસટી નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ’ હેઠળ લાવીને આ અંગે એનફોર્સમેન્ટ સહિતની કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ જીએસટી નેટવર્કના ડેટા અરસપરસ શેર કરવામાં આવશે.
- Advertisement -
જેથી બોગસ બિલીંગ વિ.ની જે વ્યાપક કળા નાણાને વ્હાઈટ કરવાની પ્રવૃતિ ચાલે છે તેને ડામવામાં મદદ મળશે. જીએસટીમાં ખરીદી-વેચાણ સેવાની આપલે સહિતની જે પ્રવૃતિ થાય છે તેના ડેટાને હવે આવકવેરાની માફક આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સથી શેર કરવામાં આવશે અને તેના આધારે બોગસ પેઢી-બોગસ બિલીંગ વિ.ને શોધી કઢાશે.
જીએસટીમાં આ રીતે બોગસ રજીસ્ટ્રેશન કરાવનારને ઓળખી શકવામાં સફળતા મળી હતી અને હવે જીએસટીને મની લોન્ડ્રીંગ એકટની જોગવાઈ હેઠળ લાવવાથી એન્ફોર્સમેન્ટ ડિરેકટર પણ જીએસટીમાં તપાસ કરી શકશે અને તેથી ડેટાની લેવડદેવડ નહી પણ સંયુક્ત કાર્યવાહી પણ થશે જેથી જીએસટી ચોરી- મનીલોન્ડ્રીંગમાં ધરપકડથી આકરી જેલ સજા સુધીની જોગવાઈ વધુ ઝડપી બનશે.
જીએસટીમાં ચોરાયેલા પર્સનલ ડેટા જેમકે આધાર-પાન થી રજીસ્ટ્રેશન કરાવીને બોગસ પેઢી- બોગસ બિલીંગ અને તેના આધારે મોટાપાયે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ લઈ લેવાની પ્રવૃતિ ચાલે છે અને તેમાં દેશભરમાં ફિઝીકલ વેરીફીકેશનની ઝુંબેશ ચલાવાઈ હતી અને 11000 જેટલા નંબર રદ થયા છે પણ તેમાંથી માહિતી એ વાર્ષિક ચોરાયેલા ડેટાના આધારે આ રજીસ્ટ્રેશન મેળવાયા હતા તેથી હવે જીએસટી હેઠળ નોંધાયેલા 1.8 કરોડ એડ્રેસને જીઓકોડેડ કરાશે જેનાથી તેના સરનામા વાસ્તવિક લોકેશનની સમાનતા નિશ્ચિત કરી બોગસ પેઢીઓને કે રજીસ્ટ્રેશનને અલગ કરી તેની સામે કાર્યવાહી કરી શકાશે.
- Advertisement -
આ માટે કેટલાક રાજયોમાં પાઈલોટ પ્રોજેકટ અમલમાં મુકાયા છે. માર્ચ 2022 બાદના તમામ નવા એડ્રેસ જીઓકોડેડ થઈ ગયા છે જે રજીસ્ટ્રેશન સમયે જ નિશ્ચિત કરી લેવાયું હતું.